________________
પરિશિષ્ટ-૩
પરિશિષ્ટ-૩
વિશિષ્ટ સ્થાન, વ્યક્તિ અને શબ્દોનો પરિચય
વિશિષ્ટ સ્થાન :
૧. રાજગૃહ :- રાજગૃહ ભારતનું એક સુંદર, સમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું. મગધ જનપદની રાજધાની તથા જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. આ પુણ્યશાળી અને પવિત્ર નગરીમાં ભગવાને ૧૪ ચાતુર્માસ કર્યા હતા. હજારો લાખો માનવોએ આ જગ્યાએ ભગવાન મહાવીરની વાણી સાંભળી હતી અને શ્રાવક ધર્મ તથા સાધુ ધર્મને સ્વીકાર્યો હતો. આ નગર પ્રાચીન યુગમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામથી પ્રસિદ્ધ હતું. તેનો નાશ થયા પછી તે જ જગ્યાએ ઋષભપુર નગર વસ્યું. તેનો નાશ થયા પછી કુશાગ્રપુર નગર વસ્યું. જ્યારે એ નગર પણ બળી ગયું ત્યારે રાજા શ્રેણિકના પિતા રાજા પ્રસેનજિતે રાજગૃહ વસાવ્યું. જે વર્તમાનમાં રાજગૃહ નામથી પ્રસિદ્ધ છે. તેનું બીજું નામ ગિરિવ્રજ પણ હતું કારણ કે તેની આસપાસ પાંચ પર્વત છે. રાજગૃહ બિહાર પ્રાંતમાં પટનાથી પૂર્વ–દક્ષિણ અને ગયાથી પૂર્વોત્તર દિશામાં સ્થિત છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ રાજગૃહનો વારંવાર ઉલ્લેખ મળે છે.
૨. કાકંદી :-જિતશત્રુ રાજાની રાજધાની અને ઘોર તપસ્વી ધન્ય અણગારની જન્મભૂમિ છે. આ ઉત્તર ભારતની પ્રાચીન અને પ્રસિદ્ધ નગરી હતી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં આ નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા.
કાકી નગરીની બહાર 'સહસ્રામવન' નામનું એક સુંદર ઉદ્યાન હતું. ભગવાનનાં સમવસરણ અહીં થયાં હતાં. ધન્ય અણગારની દીક્ષા પણ આ જ ઉધાનમાં થઈ હતી. વર્તમાનમાં ગોરખપુરથી દક્ષિણ પૂર્વમાં ત્રીસ માઈલ પર નુનખાર સ્ટેશનથી બે માઈલ ક્યાંક કાકી નગરી હશે.
૩. વાણિજયગ્રામ – મગધ દેશનું એક પ્રાચીન નગર હતું. આ કૌશલ દેશની રાજધાની હતી. આચાર્ય હેમચંદ્રાચાર્યે સાકેત, કોશલ અને અયોધ્યા, આ ત્રણેયને એક જ કહ્યું છે.
૪. સાકેતનગર ઃ– સાકેતનગરની સમીપ જ ઉત્તરકુરુ નામનું એક સુંદર ઉધાન હતું, તેમાં પાશામૃગ નામનું એક યશાયતન હતું. સાકેત નગરનાં રાજાનું નામ મિત્રનંદી અને રાણીનું નામ શ્રીકાંતા હતું, વર્તમાનમાં ફૈજાબાદ જિલ્લામાં, ફૈજાબાદથી પૂર્વોત્તરમાં ૬ માઈલ પર સર્ચ્યૂનદીનાં દક્ષિણ તટ ઉપર સ્થિત વર્તમાન અયોધ્યાની નજીક જ પ્રાચીન સાકેતનગર હોવું જોઈએ, એવી ઈતિહાસજ્ઞોની માન્યતા છે.
૭૭
પૃષ્ટાંક
૧
૧૫
૫૩
૫૩