________________
[ ૭૪ ]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
- છઠ = એક સાથે બે ઉપવાસ અર્થાત્ બે દિવસ આહારનો સંપૂર્ણ પરિત્યાગ કરવો. | ૨૮ છઠ, આ બે ઉપવાસની સંજ્ઞા છે. કથા-વડા નોન-વરિત્ત :- (૧) યતન = યત્ન, યતના, વિવેક, પ્રાણી રક્ષા કરવી (૨) ઘટન = પ્રયત્ન, ઉદ્યમ, પુરુષાર્થ (૩) યોગ = સંબંધ, મિલાપ, જોડાવું, જેમાં યતના અને ઉદ્યમ છે. આ પ્રકારનું ચારિત્ર અથવા ચારિત્રવાળી વ્યક્તિ. તવ :- તપ = જેનાથી ઈચ્છાનો નિરોધ થાય, કર્મોનો ક્ષય થાય, આત્મભાવનું પોષણ થાય છે, તે તપ કહેવાય છે. શાસ્ત્રમાં તેના બાર પ્રકાર કહ્યાં છે. વેર :- સ્થવિર = વૃદ્ધ. આગમમાં સ્થવિરના ત્રણ પ્રકાર કહ્યાં છે– ૧. વય સ્થવિર = ૬૦ વર્ષની ઉંમરવાળા સાધુ ૨. પ્રવ્રજ્યા સ્થવિર = ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ ૩. શ્રુત સ્થવિર = ઠાણાંગસૂત્ર, સમયાંગસૂત્ર સુધીનાં અગિયાર શાસ્ત્રોને ધારણ કરનાર સાધુ. fધ્યાવિત્તિયં વડN :- શ્રમણોનાં (સાધુઓનાં) અવસાનના નિમિત્તે થતી કાયોત્સર્ગની ક્રિયા. પોરસી = એક પ્રહરનો સમય, પુરુષ પ્રમાણ છાયાથી માપ કરાય તેને પોરસી કહે છે. વિતમિવ પણ = સર્પ દરમાં પ્રવેશ કરે તેમ અનાસક્તભાવે આહારનો મુખમાં પ્રવેશ કરાવે. સંયમ :- મનનો નિરોધ, ઈન્દ્રિય નિગ્રહ, યત્નાપૂર્વક જીવ હિંસા આદિનો ત્યાગ. ૧૭ પ્રકારનો સંયમ છે. સમુખ :- સામુદાનિક = સંપન્નતાની અપેક્ષાએ ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળના લક્ષ્ય વિના સહજ ભિક્ષા માટે ફરવું તેને સામુદાનિક ભિક્ષા(ગોચરી) કહેવાય છે. સાય :- સ્વાધ્યાય, શાસ્ત્રવાચન, પરાવર્તન ઈત્યાદિ. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તમા :- શ્રમણ, શ્રમશીલ મુનિ, નિગ્રંથ, કષાયોને અને ઈચ્છાઓને શમન કરનારા, પાપોના ત્યાગી. સનેદળ :- સંલેખના, શારીરિક અને માનસિક તપથી કષાય આદિ આત્મ વિકારોને તથા કાયાને કૃશ કરવા. મરણની પૂર્વ અનશન યુક્ત સાધના, સંથારો કરવો.
નોલ૮ - સમવસરણ. તીર્થકરનું પધારવું, બાર પ્રકારની પરિષદ-સભાનું મળવું, જ્યાં ભગવાન બિરાજમાન હોય છે, દેવો દ્વારા કરાતી વિશિષ્ટ સભાની રચના. સરોવમ :- સાગરોપમ, કાળ વિશેષ. દસ ક્રોડા ક્રોડી પલ્યોપમ પરિમિત કાળ. જેના દ્વારા નારકી અને દેવોનું આયુષ્ય માપવામાં આવે છે. અસંખ્ય વર્ષોનાં કાળનું ઉપમા સૂચક નામ છે.