________________
| પરિશિષ્ટ-૩
_
૭૯
દીક્ષા થઈ હતી.
સહસામ્રવનનો ઉલ્લેખ નિમ્નલિખિત નગરોની બહાર પણ આવે છે– ૧. કાકંદીની બહાર ૨. ગિરનાર પર્વત ઉપર ૩. કામ્પિત્ય નગરની બહાર ૪. પાંડુ મથુરાની બહાર ૫. મિથિલા નગરીની બહાર ૬. હસ્તિનાપુરની બહાર આદિ.
૬
વિશિષ્ટ વ્યક્તિ :૧. ગણધર ગૌતમ (ઈન્દ્રભૂતિ) - ગૌતમસ્વામીનું મૂળ નામ ઈન્દ્રભૂતિ છે પરંતુ ગોત્રતઃ ગૌતમ નામથી આબાલ-વૃદ્ધોમાં પ્રસિદ્ધ છે.
મગધદેશના ગોવર ગ્રામના રહેવાસી, ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ વસુભૂતિના આ જ્યેષ્ઠ પુત્ર હતા. તેમની માતાનું નામ પૃથિવી હતું.
ઈન્દ્રભૂતિ વૈદિક ધર્મના પ્રખર વિદ્વાન હતા, ગંભીર વિચારક હતા, મહાન તત્ત્વવેત્તા હતા.
એકવાર ઈન્દ્રભૂતિ સોમિલ આર્યના નિમંત્રણ પર પાવાપુરીમાં થનારા યજ્ઞોત્સવમાં ગયા હતા. ત્યારે ભગવાન મહાવીર પણ પાવાપુરીની બહાર મહાસેન ઉધાનમાં પધાર્યા હતા. ભગવાનનો મહિમા જોઈને ઈન્દ્રભૂતિ તેમને પરાજિત કરવાની ભાવનાથી ભગવાનના સમવસરણમાં આવ્યા. પરંતુ તે સ્વયં પરાજિત થઈ ગયા. પોતાના મનનો સંશય દૂર થઈ જતાં તે પોતાના પાંચસો શિષ્ય સહિત ભગવાનના શિષ્ય થઈ ગયા. ગૌતમ પ્રથમ ગણધર થયા.
આગમોમાં અને આગમેતર સાહિત્યમાં ગૌતમસ્વામીના જીવન વિષયક અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
ગૌતમ, ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય હતા. ભગવાનના ધર્મશાસનના તે કુશળ શાસ્તા હતા, પ્રથમ ગણધર હતા.
ઈન્દ્રભૂતિ ગૌતમ દીક્ષાના સમયે ૫૦ વર્ષના હતા, ૩૦ વર્ષ સાધુ પર્યાયમાં અને ૧૨ વર્ષ કેવલી પર્યાયમાં રહ્યા. અંતે ગુણશિલક ચૈત્યમાં માસિક અનશન કરીને ભગવાનના નિર્વાણનાં ૧૨ વર્ષ પછી ૯૨ વર્ષની વયે નિર્વાણને પ્રાપ્ત થયા.
શાસ્ત્રમાં ગણધર ગૌતમનો પરિચય આ રીતે આપ્યો છે- તેઓ ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત હાથ ઊંચા હતા, તેમના શરીરનું સંસ્થાન અને સંહનન ઉત્કૃષ્ટ પ્રકારનું હતું. સુવર્ણરેખાની સમાન ગૌરવર્ણના હતા. તેઓ ઉગ્રતપસ્વી, મહાતપસ્વી, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી અને વિપુલ તેજલેશ્યાથી સંપન્ન હતા. શરીરમાં અનાસક્ત