________________
| ૫૪ |
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
ठाणं संपत्तेणं अणुत्तरोववाइयदसाणं तच्चस्स वग्गस्स अयमढे पण्णत्ते । ભાવાર્થ : આર્ય સુધર્માસ્વામીએ કહ્યું– "હે જંબૂ! ધર્મનો પ્રારંભ કરનારા યાવત્ સિદ્ધગતિ નામના સ્થાનને સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કરનાર શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરોપપાતિક દશાના ત્રીજા વર્ગનો આ અર્થ કહ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર ઉપસંહાર રૂપ છે. અંતિમ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરના અનંત ગુણાત્મક, પૂર્ણ વિશુદ્ધ વ્યક્તિત્ત્વને પ્રગટ કરીને કહ્યું છે કે હે જંબૂ! સૂત્રોકત ભાવો સર્વજ્ઞ પ્રભુ મહાવીરે જે પ્રમાણે પ્રગટ કર્યા હતા, તે જ પ્રમાણે મેં તમને કહ્યા છે. અર્થાતુ આગમના ભાગો સર્વજ્ઞ કથિત છે. આ પ્રકારના કથનથી આગમના ભાવોની પ્રામાણિકતા પ્રગટ થાય છે, પાઠકોની આગમના ભાવો પ્રતિ શ્રદ્ધા દઢતમ થાય છે, તે ભાવો સહજતયા ગ્રાહ્ય બની જાય છે.
તે ઉપરાંત ઉપરોકત કથનપદ્ધતિથી સુધર્માસ્વામીની પરમાત્મા પ્રતિ શ્રદ્ધા ભકિત અને લઘુતા, નિરાભિમાનતા, નમ્રતા જેવા ગુણો પ્રગટ થાય છે. મારે.. સિદ્ધિામધેયં સંપત્તાબ... અહીં નમોત્થણના સંક્ષિપ્ત પાઠ દ્વારા પરમાત્માના ગુણોનું કથન છે.
પરિશેષ :| ३ अणुत्तरोववाइयदसाणं एगो सुयक्खंधो । तिण्णि वग्गा । तिसुचेव दिवसेसु उद्दिसिज्जति । तत्थ पढमे वग्गे दस उद्देसगा । बिइए वग्गे तेरस उद्देसगा। तइए वग्गे दस उद्देसगा । तओ सुयखधो समुद्दिस्सइ, तओ अणुण्णविज्जइ, दोसु दिवसेसु ।
અનુત્તરોપપાતિક દશાનો એક શ્રુતસ્કંધ છે. ત્રણ વર્ગ છે. ત્રણ દિવસોમાં ઉદ્દિષ્ટ થાય છે અર્થાત્ ભણાવવામાં આવે છે. તેના પ્રથમ વર્ગમાં દશ ઉદ્દેશક છે. બીજા વર્ગમાં તેર ઉદ્દેશક છે. ત્રીજા વર્ગમાં દશ ઉદ્દેશક છે. ત્યાર પછી સંપૂર્ણ શ્રુતસ્કંધનો સમુદેશ કરાય છે પછી બીજાને ભણાવવાની આજ્ઞા દેવામાં આવે છે. સમુદેશ અને અનુજ્ઞા વિધિ પણ બે દિવસમાં થાય છે. વિવેચન :
પ્રસ્તુત આગમમાં સ્કંદક અણગારના વર્ણનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમજ દીક્ષાના પ્રસંગમાં થાવર્ચા પુત્રનું કથન છે. તેમાં સ્કંદકમુનિનું વર્ણન પાંચમાં અંગ ભગવતી સૂત્રના બીજા શતકમાં છે અને થાવર્ચા પુત્રનું વર્ણન છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાના પાંચમા અધ્યયનમાં છે. આ "અનુત્તરોપપાતિક સૂત્ર"