________________
ઈસિદાસ આદિ
[ ૫૩ |
વર્ગ-૩ અધ્યયન ૩ થી ૧૦
ઈસિદાસ આદિ
| १ एवं सुणक्खत्त गमेणं सेसा वि अट्ठ अज्झयणा भाणियव्वा । णवरं आणुपुव्वीए दोण्णि रायगिहे, दोण्णि साकेए, दोण्णि वाणियग्गामे । णवमो हत्थिणा पुरे । दसमो रायगिहे । णवण्हं भद्दाओ जणणीओ, णवण्हं वि बत्तीसओ दाओ। णवण्हं णिक्खमणं थावच्चापुत्तस्स सरिसं । वेहल्लस्स(णिक्खमणं)पिया करेइ । छम्मासा वेहल्लए । णव धण्णे । सेसाणं बहू वासा । मासं सलेहणा । सव्वट्ठसिद्धे सव्वे । महाविदेहे सिज्झिस्संति । एवं दस अज्झयणाणि । ભાવાર્થ આ પ્રકારે સુનક્ષત્ર અણગારના વર્ણનની જેમ શેષ આઠ કુમારોનાં આઠ અધ્યયનોનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. વિશેષ એ છે કે અનુક્રમથી બે કુમારો રાજગૃહમાં, બે કુમારો સાકેતમાં, બે કુમારો વાણિજ્યગ્રામમાં, નવમા કુમાર હસ્તિનાપુરમાં અને દસમાં કુમાર રાજગૃહમાં ઉત્પન્ન થયા. નવકુમારની માતા ભદ્રા હતી. નવકુમારોનું પાણિગ્રહણ બત્રીસ-બત્રીસ કન્યાઓ સાથે થયું, બત્રીસ બત્રીસ વસ્તુઓ તેને પ્રીતિદાન રૂપે આપવામાં આવી. નવકુમારોનું અભિનિષ્ક્રમણ થાવર્ગાપુત્રની જેમ જાણવું. વેહલ્લનો દીક્ષા મહોત્સવ તેના પિતાએ કર્યો. વેહલ અણગારની દીક્ષા પર્યાય છ માસની, ધન્ય અણગારની દીક્ષાપર્યાય નવ માસની, શેષ સર્વની દીક્ષા પર્યાય ઘણા વર્ષોની છે. સર્વની એક માસની સંલેખના, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપપાત (જન્મ), સર્વ મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે. આ પ્રકારે દસ અધ્યયન પૂર્ણ થયાં.
વિવેચન :
આ વર્ગમાં દસ આત્માઓનું વર્ણન છે જેમાં નવની માતા ભદ્રા કહેલ છે પરંતુ તેઓની નગરી જુદી–જુદી બતાવેલ છે. નવની દીક્ષા ભદ્રાએ કરી હતી અને દસમાં વેહલકુમારની દીક્ષા પિતાએ કરી હતી એમ બતાવેલ છે. જેની નગરી રાજગૃહી હતી. ભદ્રા માતા કાકંદી નગરીની હતી. આ બધા વર્ણનો પરથી આ અધ્યયનમાં વર્ણિત કુમારો સગા ભાઈઓ હતા કે જુદા જુદા હતા તેનો કંઈ પણ નિર્ણય કરી શકાય નહીં. સૂત્રની સંક્ષિપ્ત પદ્ધતિના કારણે આ બધા ખુલાસા મળતા નથી.
નિક્ષેપ :| २ एवं खलु जंबू !समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव सिद्धिगइणामधेयं