________________
| ઈસિદાસ આદિ .
૫
૫
|
નવમું અંગ છે, માટે સૂત્રકારે તે વર્ણનનું અહીં પુનરાવર્તન ઉચિત ન સમજતાં ફક્ત તે બન્નેના નામનો ઉલ્લેખ કર્યો છે. પાઠકોએ આ વિષયમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે ઉક્ત સૂત્રોનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. કારણ કે અહીં શ્રી શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મકથા સાંભળવા જવું, ત્યાં વૈરાગ્યની ઉત્પત્તિ, દીક્ષા મહોત્સવ, પરમ ઉચ્ચ કોટિનું તપકર્મ, શરીરનું કૃશ થવું, ધર્મ જાગરણ, અનશન વ્રતની ભાવના, અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનોમાં ઉત્પન્ન થવું, ભવિષ્યમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધગતિ પ્રાપ્ત કરવી ઈત્યાદિ વિષયનું સંક્ષેપમાં કથન કરવામાં આવેલ છે. તેવું નહીં થાયધણી તહીં ચડ્યું - કેટલીક પ્રતોમાં અંતિમ સૂત્રમાં શેષ વર્ણન માટે સેસ નહીં /યાયમૂદાઇ તા એવં સૂત્રપાઠ જોવા મળે છે. પરંતુ જ્ઞાતાસૂત્રમાં ઉદ્દેશક સમુદ્દેશક વિષય કોઈ સૂત્રપાઠ નથી. માટે પ્રસ્તુત પ્રતમાં સેસ નદી ગયાયમૂહ...વાળો સૂત્રપાઠ ગ્રહણ કર્યો નથી.
એ સૂત્રનું તાત્પર્ય એ છે કે ત્રણ વર્ગનું ત્રણ દિવસમાં અધ્યયન કરાવવાનું હોય છે. પછી એક દિવસ આખા સુત્રનો સમુદેશ-પરાવર્તન(પુનરાવર્તન) કરાય છે. પછી એક દિવસ આખા સુત્રની બધી સૂચનાઓ સાથે સંશોધન શુદ્ધિ કરાવી બીજાને અધ્યયન કરાવવાની અનુજ્ઞા-આજ્ઞા આપવામાં આવે છે.
II વર્ગ-૩ | ૩ થી ૧૦ સંપૂર્ણ II II અનુત્તરોપપાતિક સૂત્ર સંપૂર્ણ II