________________
વર્ગ ૩ /અધ્ય.૮
p.
[ ૪૫]
સામે રહસ્ય સ્પષ્ટ કરવામાં આવ્યું માટે બંને રીતે વિરોધી બાબત હોવા છતાં દોષ નથી. કૃષ્ણ મહારાજ તથા દેવકીમાતાનો સંવાદ :| ११ इमं च णं कण्हे वासुदेवे पहाए जाव विभूसिए देवईए देवीए पायवंदए हव्वमागच्छइ । तए णं से कण्हे वासुदेवे देवई देवि पासइ, पासित्ता देवईए देवीए पायग्गहणं करेइ, करित्ता देवई देवि एवं वयासी
अण्णया णं अम्मो ! तुब्भे ममं पासित्ता हट्ठतुट्ठा जाव हियया भवह, किण्णं अम्मो ! अज्ज तुब्भे ओहयमणसंकप्पा जाव झियायह ?
तए णं सा देवई देवी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु अहं पुत्ता ! सरिसए जाव णलकुबरसमाणे सत्त पुत्ते पयाया, णो चेव णं मए एगस्स वि बालत्तणे अणुभूए । तुम पि य णं पुत्ता ! छह-छह मासाणं ममं अंतियं पायवंदए हव्वमागच्छसि । तं धण्णाओ णं ताओ अम्मयाओ जाव झियामि । ભાવાર્થ:- (દેવકીમાતા આ પ્રમાણે આર્તધ્યાન કરી રહ્યાં હતાં, ત્યારે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરી થાવત તમામ અલંકારોથી વિભૂષિત થઈદેવકીમાતાના ચરણ વંદન માટે શીધ્ર આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે શોકમદ્રામાં દેવકી દેવીને જોયા. જોઈને દેવકી દેવીના ચરણ કમળમાં નમસ્કાર કર્યા. ચરણસ્પર્શ(વંદન) કરીને માતા દેવકી દેવીને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યા
હે માતા ! જ્યારે હું પહેલાં આપને ચરણવંદન કરવા આવતો ત્યારે મને જોઈને તમારું હૃદય આનંદિત–હર્ષિત-તુષ્ટિત થઈ જતું પરંતુ આજે તમે ઉદાસ, ચિંતિત યાવત આર્તધ્યાનમાં નિમગ્ન કેમ છો ?
ત્યાર પછી દેવકી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર, મેં સમાન રૂપ, લાવણ્યયુક્ત આકૃતિવાળા યાવતુ નળકુબેર સમાન સાત સાત પુત્રોને જન્મ આપ્યો પણ એકેયના શૈશવકાળની ક્રીડાનો અનુભવ કર્યો જ નથી. (તે છે તો મુનિ બની ગયા અને તું પણ ચરણવંદન માટે મારી પાસે છ છ મહિને આવે છે. તે માતાઓ ધન્ય છે, કૃતપુણ્ય છે જેણે પોતાના બાળકની બાળક્રીડાનો અનુભવ કર્યો છે યાવતુ હું આવા વિચારથી ઉદાસીન થઈને બેઠી છું. શ્રી કૃષ્ણની માતૃભક્તિ ઃ દેવ આરાધના :१२ तए णं से कण्हे वासुदेवे देवई देवि एवं वयासी- मा णं तुब्भे अम्मो ! ओहयमणसंकप्पा जाव झियायह । अहण्णं तहा जइस्सामि जहा णं ममं