________________
શ્રી અંતગડ સૂત્ર |
अम्मयाओ, कयलक्खणाओ णंताओ अम्मयाओ, जासिं मण्णे णियग-कुच्छिसंभूयाई थणदुद्ध-लुद्धयाई महुर समुल्लावायाई मम्मण-पजंपियाई थणमूलकक्खदेसभागं अभिसरमाणाई मुद्धयाइं पुणो य कोमल-कमलोवमेहिं गिण्हिऊण उच्छंगे णिवेसियाई देति समुल्लावए सुमहुरे पुणो-पुणो मंजुलप्पभणिए । अहं णं अधण्णा अपुण्णा अकयपुण्णा अकयलक्खणा एत्तो एक्कतरमवि ण पत्ता, ओहय मणसंकप्पा करयलपल्हत्थमुही अट्टज्झाणोवगया झियायइ । ભાવાર્થ - પોતાની શય્યા પર બેઠાં પછી દેવકી દેવીને આ પ્રમાણે અધ્યવસાય, ચિંતન અને અભિલાષાપૂર્ણ માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! મેં એક સમાન આકૃતિવાળા યાવતું નળકુબેર સમાન સાત-સાત પુત્રોને જન્મ આપ્યો પરંતુ એકની પણ બાળક્રીડાનો આનંદાનુભવ નથી કર્યો. આ કૃષ્ણ વાસુદેવ પણ મારી પાસે ચરણવંદન માટે છ છ મહિને આવે છે. વાસ્તવમાં તો તે માતાઓ ધન્ય છે, જેને પોતાના અંગજાત બાળકો દૂધ આદિ માટે પોતાની મનોહર તોતડી બોલીથી આકર્ષિત કરે છે અને "મમ્મણ" (અસ્પષ્ટ)શબ્દનું ઉચ્ચારણ કરી સ્તનના મૂળથી કાંખ સુધીના ભાગમાં અભિસરણ કરતા રહે છે. પછી તે બાળકોને પોતાની માતાઓ કમળ જેવા કોમળ હાથ વડે મસ્તકથી ઉપાડી પોતાના ખોળામાં બેસાડી, દૂધ પીવડાવાતા તે બાળકો પોતપોતાની મા સાથે તોતડા શબ્દોમાં વાતો કરે છે તથા મીઠી મધુર બોલી બોલે છે. તે માતાઓ પુણ્ય શાળી છે. કૃતિપુણ્યા છે, કૃતલક્ષણા છે. હું તો અધન્યા, અપુણ્યા છું. અકૃતપુણ્યા, અકૃતલક્ષણા છું. તેથી મારા બાળકોની બાળક્રીડાનો આનંદ હું માણી શકી નથી. આ પ્રમાણે ઉદાસ થયેલા દેવકી દેવી ખિન્ન હૃદયથી હથેળી ઉપર મુખ રાખીને વિચારવા લાગ્યાં, શોકમુદ્રામાં આર્તધ્યાન કરવાં લાગ્યાં.
વિવેચન :
આ સૂત્રમાં દેવકીમાતાના હૃદયમાં અતૃપ્ત માતૃત્વ ઘૂંટાઈ રહ્યું છે તેના માર્મિક શબ્દો અહીં આપવામાં આવ્યા છે. દેવકી માતાને બાળકના લાલન પાલન બાળક્રીડા ન કર્યા-ન જોયાનો ખેદ છે, દુઃખ છે, તે ખિન્ન અવસ્થા વિશેષમાં ઊઠનારા સંકલ્પ વિકલ્પોનું હૃદયદ્રાવક ચિત્રણ પ્રસ્તુત કરેલ છે.
શંકા- તૃતીય વર્ગના પહેલા અધ્યયનમાં અનીકસેનાદિ છે ને નાગગાથાપતિ અને સુલતાના સંતાન બતાવ્યા છે અને અહીં સ્વયં ભગવાને દેવકીના સંતાન બતાવ્યા. તો બંને પરસ્પર વિરોધી ન ગણાય ? પ્રભુએ પહેલા અધ્યયનમાં જ સમાધાન કર્યું હોત તો?
સમાધાન- લોકમાં છ એ અણગારની પ્રસિદ્ધિ નાગગાથાપતિ તથા સુલતાના સંતાન તરીકેની હતી કારણ કે જન્મથી જ સંયમ ગ્રહણ કર્યો ત્યાં સુધી એ ભક્િલપુર નગરીમાં જ હતા. ખુદ છ એ અણગારોને પણ ખબર ન હતી કે અમે છ ભાઈ નાગગાથાપતિ તથા સુલતાના પુત્ર નથી. આવા લોક સંમત સત્યની ઉપેક્ષા શાસ્ત્રકાર પણ કરી શકતા નથી અને દેવકી તો એની સગી જનેતા(જન્મદાત્રી) હતી જ, તેથી તેની