________________
શ્રી અંતગડ સૂત્ર
सहोदरे कणीयसे भाउए भविस्सइ त्ति कट्टु देवरं देवि ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुष्णाहिं मणामाहिं वग्गूहिं समासासेइ समासासित्ता तओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं पमज्जइ पमज्जित्ता उच्चारपासवण भूमिं पडिलेहेइ पडिलेहित्ता दब्भसंथारगं पडिलेहेइ पडिलेहित्ता दब्भसंथारगं संथरइ संथरित्ता दब्भसंथारगं दुरुहइ दुरुहित्ता हरिणेगमेसिस्स अट्ठमभत्तं पगिण्हइ, अट्ठमभत्तं पगिण्हित्ता पोसहसालाए पोसहिए इव बंभचारी हरिणेगमेसिं देवं मणसि करेमाणे करेमाणे चिट्ठइ |
४५
भावार्थ :- દેવકીમાતાની વાત સાંભળી ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દેવકી દેવીને આ પ્રમાણે કહ્યું– હે માતા ! આપ આર્તધ્યાન કરો નહીં. હું એવો પ્રયત્ન કરીશ કે જેનાથી મને લઘુભ્રાતા પ્રાપ્ત થાય. આમ ઈષ્ટ, પ્રિય, કાંત, અભિષિત, મનોરથાનુકૂળ વચનોથી દેવકીમાતાને ધીરજ અને વિશ્વાસ આપ્યો. આશ્વાસન આપી તેમની પાસેથી નીકળ્યા, નીકળી જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યાં, આવીને પોષધ– શાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી મળમૂત્ર પરઠવાની ભૂમિની પ્રતિલેખના કરી, પછી ઘાસના સંથારાની પ્રતિલેખના કરી, તેને પાથરીને તેના ઉપર બેઠા, બેસીને હરિણગમેષી દેવને ઉદ્દેશી અટ્ટમભત્ત ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને પોષધશાળામાં પોષધની જેમ બ્રહ્મચર્ય યુક્ત થઈ મનમાં હરિણગમેષી દેવનું ચિંતન કરતા તેની આરાધના કરવા લાગ્યા.
હરિણગમેષી દેવનું આગમન :
१३ तणं तस्स कहस्स वासुदेवस्स अट्ठमभत्ते परिणममाणे हरिणेगमेसिस्स देवस्स आसणं चलइ जाव अहं इहं हव्वमागए । संदिसाहि णं देवाणुप्पिया । किं करेमि ? किं दलामि ? किं पयच्छामि ? किं वा ते हियइच्छियं ।
तए णं से कण्हे वासुदेवे तं हरिणेगमेसिं देवं अंतिलिक्खपडिवण्णं पासइ, पासित्ता हट्ठतुट्ठे पोसहं पारेइ, पारित्ता करयलपरिग्गहियं अंजलि कट्टु एवं वयासी - इच्छामि णं देवाणुप्पिया ! सहोयरं कणीयसं भाउयं विदिण्णं ।
भावार्थ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અક્રમ પૂર્ણ થવા આવ્યો ત્યારે હરિણગમેષી દેવનું આસાન ચલાયમાન થયું યાવત્ (જ્ઞાતાસૂત્ર પ્રમાણે વર્ણન જાણવું.) હું અહીં શીઘ્ર આવ્યો છું. હે દેવાનુપ્રિય ! કહો આપનું શું ઈષ્ટ કાર્ય કરું ? તમારા સંબંધીઓ માટે શું આપું ? તમારું મનોવાંછિત શું છે ?
અર્થાત્ હરિણગમેષી દેવ પ્રસન્ન થયા અને કહ્યું કે મને યાદ કરવાનું પ્રયોજન શું છે ? ત્યારે કૃષ્ણ