________________
| વર્ગ ૩ /અધ્ય. ૮.
- ૪૭ |
આકાશમાં રહેલા દેવને જોઈને પરમ હર્ષિત અને સંતુષ્ટ થયા. પૌષધ પાળી આદર સત્કારથી બંને હાથ જોડી આ પ્રમાણે કહ્યું – મારે એક સહોદર નાનોભાઈ થાય એવી મારી ઈચ્છા છે.
હરિણગમેષી દેવનું આશ્વાસન :१४ तए णं से हरिणेगमेसी कण्हं वासुदेवं एवं वयासी- होहिइ णं देवाणुप्पिया ! तव देवलोयचुए सहोयरे कणीयसे भाउए । से णं उम्मुक्कबालभावे विण्णयपरिणयमेत्ते जोव्वणगमणुपत्ते अरहओ अरिट्ठणेमिस्स अतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सइ । कण्हं वासुदेवं दोच्चं पि तच्चं पि एवं वयइ, वइत्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए ।
तए णं से कण्हे वासुदेवे पोसहसालाओ पडिणिवत्तइ, पडिणिवत्तित्ता जेणेव देवई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवईए देवीए पायग्गहणं करेइ, करेत्ता एवं वयासी
होहिइ णं अम्मो ! मम सहोयरे कणीयसे भाउए त्ति कटु देवई देविं ताहिं इट्ठाहिं जाव मणामाहिं वग्गूहि आसासेइ, आसासित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिस पडिगए । ભાવાર્થ:- ત્યાર પછી તે હરિણગમેષી દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી શ્રીકૃષ્ણ મહારાજને કહ્યું– હે દેવાનુપ્રિયે! દેવલોકથી એક દેવતા આયુષ્ય પૂર્ણ કરી, ચ્યવીને તમારો સહોદર લઘુભ્રાતા અવશ્ય થશે પરંતુ તે બાલ્યાવસ્થા વીતી જવા પર વિજ્ઞાનથી પરિણત થઈ યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ અહંતુ અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈ, ઘરનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. આમ કૃષ્ણ વાસુદેવને બે, ત્રણવાર કહીને તે દેવ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા.
દેવના ગયા બાદ શ્રીકૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાંથી નીકળી દેવકી માતા હતા તેમની પાસે આવ્યા. આવીને તેમના ચરણોમાં વંદન નમસ્કાર કર્યા, નમસ્કાર કરી મધુર શબ્દોમાં કહ્યું
હે માતા ! મારે એક નાનો ભાઈ થશે. તમે હવે ચિંતા ન કરો. તમારા મનોરથ હવે પૂર્ણ થશે. આમ ઈષ્ટ શબ્દોથી યાવત મનોજ્ઞ શબ્દોથી દેવકી માતાને આશ્વાસન આપ્યું, આશ્વાસન આપી જે દિશામાંથી આવ્યા હતા તે દિશાએ ચાલ્યા ગયા. વિવેચન :
સૂત્ર ૧૨ થી ૧૫ માં આર્ય સંસ્કૃતિના આદર્શોનું સુંદર ચિત્ર બતાવવામાં આવ્યું છે. કૃષ્ણ મહારાજ ત્રિખંડાધિપતિ હોવા છતાં ૩૨000 રાણીઓનું અંતઃપુર હોવા છતાં, માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી,