________________
વર્ગ ૩ /અધ્ય.૮
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तए णं अम्हे अरहया अरिट्ठणेमिणा अब्भणुण्णाया समाणा जावज्जीवाए छटुंछटेणं जाव विहरामो । तं अम्हे अज्ज छट्ठक्खमणपारणयसि पढमाए पोरिसीए सज्झायं करेत्ता बीयाए पोरिसीए झाणं झियाइत्ता जाव तिहिं संघाडए हिं बारवईए णयरीए जाव अडमाणा तव गेहं अणुप्पविट्ठा । तं णो खलु देवाणुप्पिए ! ते चेव णं अम्हे, अम्हे णं अण्णे । देवई देवि एवं वदंति, वदित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થ - ત્યારે દેવકીદેવી દ્વારા આ પ્રમાણે કહેવા પર) તે મુનિરાજ આ પ્રમાણે બોલ્યા "હે દેવાનુપ્રિયે! આપ કહો છો તેમ નથી. કૃષ્ણ વાસુદેવની સ્વર્ગસમાન આ દ્વારકા નગરીમાં શ્રમણ નિગ્રંથોને ગોચરી હેતુ ફરતાં આહાર, પાણી નથી મળતા એવું નથી. તેમજ એકને એક ઘરોમાં આહારાર્થે તેમને બીજી–ત્રીજીવાર જવું પડે તેમ પણ નથી.
દેવાનુપ્રિયે! વાસ્તવમાં અમે ભદિલપુર નગરીના નાગગાથાપતિના પુત્ર અને સુલતાના આત્મજ છ સહોદર ભાઈઓ છીએ. એક સમાન આકૃતિવાળા યાવત નળકુબેર સમાન અમે છએ ભાઈઓએ અરિહંત અરિષ્ટનેમિની પાસે ધર્મોપદેશ સાંભળી, સંસારભયથી ઉદ્વિગ્ન એવં જન્મ મરણથી ભયભીત બની મુંડિત થઈ શ્રમણ દીક્ષા ગ્રહણ કરી. જે દિવસથી અમે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે અરિહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી અભિગ્રહ ગ્રહણ કર્યો હતો કે- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો અમે જીવનપર્યત છઠના પારણે છઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવા ઈચ્છીએ છીએ. પ્રભુએ આજ્ઞા આપી કે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રમાદ ન કરો.
ત્યાર પછી ભગવાનની અનુજ્ઞા પ્રાપ્ત થવા પર અમે જીવનભર માટે નિરંતર છઠ–છઠની તપસ્યા કરતાં વિચારવા લાગ્યા. આમ આજે નિરંતર છઠનું પારણું હોવાથી પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી, બીજા પ્રહરમાં ધ્યાન કરી યાવત બબ્બેના ત્રણ સંઘાડામાં દ્વારિકા નગરીમાં ગોચરી કરતાં કરતાં ત્રણે ય સંઘાડા તમારા ઘરે આવ્યા હોય તેમ લાગે છે. તો હે દેવાનુપ્રિયે ! પહેલા બે સંઘાડામાં જે મુનિ તમારા ઘરે આવ્યા હતા તે અમે નથી. વસ્તુતઃ અમે બીજા છીએ. આ રીતે તે મુનિઓએ દેવકી દેવીની શંકાનું સમાધાન કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશા તરફ પાછા ફર્યા.
વિવેચન :
આ સૂત્રમાં દેવકી દેવીની વિશાળતા અને વિવેકનું વર્ણન છે. એમને ત્યાં ત્રણ સંઘાડા ગોચરીએ આવ્યા. બધાને વિધિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવથી થાળ ભરીને સિંહકેસર મોદક વહોરાવ્યા. સિંહકેસર મોદક અનેક મૂલ્યવાન સેવા કેસર, કસ્તુરી વગેરે પૌષ્ટિક મસાલાથીયુક્ત હોય છે, જેને ખાવાથી સિંહ જેવી શક્તિ આવે તેને સિંહકેસર લાડુ કહેવાય છે. તે વાસુદેવ કે ઉત્તમ સંહનનવાળા જ પચાવી શકે છે. ત્રણે ય