________________
વર્ગ ૩ /અધ્ય.૮
.
हियया आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तट्ठ पयाइं अणुगच्छइ अणुगच्छित्ता, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव भत्तघरए तेणेव उवागया सीहकेसराणं मोयगाणं थालं भरेइ, ते अणगारे पडिलाभेइ, वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ ।
तयाणंतरं दोच्चे संघाडए जाव देवईए देवीए गेहे अणुप्पविढे । तए णं सा देवई देवी ते अणगारे एज्जमाणे पासइ, पासित्ता हट्ठ जाव ते अणगारे पडिलाभेइ, वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता पडिविसज्जेइ ।
ભાવાર્થ:- તે ત્રણ સંઘાડામાંથી એક સંઘાડો દ્વારકા નગરીના ઉચ્ચ-નિમ્ન–મધ્યમ (અમીર, ગરીબ, મધ્યમ)કુળોમાં એક ઘરથી બીજા ઘરે ગોચરી માટે ફરતાં-ફરતાં રાજા વસુદેવના મહારાણી દેવકીમાતાના પ્રાસાદમાં પ્રવિષ્ટ થયા.
તે સમયે દેવકી મહારાણીએ બે મુનિઓના એક સંઘાડા(ગ્રુપ)ને પોતાને ત્યાં આવતો જોઈને પ્રસન્નચિત્ત થયાં યાવતુ પ્રફુલ્લિત હૃદયે આસનથી ઊભાં થઈને સાત-આઠ પગલાં મુનિયુગલની સામે ગયાં, સામે આવીને આદક્ષિણા-પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી જ્યાં રસોઈઘર હતું ત્યાં આવ્યા, આવીને સિંહકેસર લાડવાઓનો થાળ ભરી મુનિઓને પ્રતિલાભિત કર્યા. પુનઃ વંદન નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા.
પ્રથમ સંઘાડાના ગયા બાદ, બીજો સંઘાડો થાવત્ મહારાણી દેવકીના પ્રાસાદમાં આવ્યો. ત્યારે તેને આવતો જોઈ દેવકી દેવી પ્રસન્નચિત થઈ યાવતું તે અણગારોને સિંહકેસર મોદકથી પ્રતિલાભિત કરી વંદન નમસ્કાર કર્યા અને વિદાય આપી.
વિવેચન :
આ સૂત્રમાં દાતાની દાનવિધિનું વર્ણન છે. શ્રાવકની આ વિનય પ્રતિપતિ છે કે સાધુને આવતા જએ કે તરત જ આસનથી ઊભા થાય અને સાત-આઠ પગલાં સામે જાય. દેવકીમાતાએ ઉત્કૃષ્ટ ભાવનાથી વિધિસહિત ઉત્તમ દ્રવ્યોનું મુનિરાજોને દાન આપ્યું.
પ્રશ્ન :- દેવકીમાતાને ત્યાં ગોચરી લેવી એ તો રાજપિંડ છે, સાધુને રાજપિંડ વર્ય ગણાયને ?
સમાધાન :- રાજપિંડ ક૫ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં સ્થિત કલ્પ છે અને વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનમાં રાજપિંડ અસ્થિત કલ્પ છે અર્થાત્ વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનવર્તી સાધુઓ "ઋજુપ્રાજ્ઞ" હોવાથી તેને રાજપિંડ સર્વથા નિષિદ્ધ હોતો નથી. પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનવર્સી સાધુઓ ઋજુ-જડ એવમ્ વંકજડ હોવાથી તેઓને રાજપિંડ સર્વથા વર્યુ છે.