________________
૩૪ ]
શ્રી અંતગડ સૂત્ર
अंतियाओ सहसंबवणाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता तिहिं संघाडए हिं अतुरियं जाव अडंति । ભાવાર્થ :- ત્યાર પછી તે છ અણગારોએ કોઈ સમયે છઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં કાયિક અને માનસિક ચપલતાથી રહિત થઈને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને પાત્ર તથા વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને પાત્રોનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને પાત્રાને ઝોળીમાં રાખ્યા, ઝોળીમાં રાખીને જ્યાં અરિષ્ઠનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા, આવીને અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને બોલ્યા- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો અમે છઠના પારણા માટે બબ્બેના ત્રણ સંઘાડાએ દ્વારકા નગરીમાં યાવત્ ભિક્ષા હેતુ ગમન કરવા ઈચ્છીએ છીએ.
ભગવાન બોલ્યા, દેવાનુપ્રિયા ! જેમ આપને સુખ ઉપજે તેમ પ્રતિબંધ વિના કરો.
ત્યારે છએ મુનિ અરિષ્ટનેમિ પ્રભુની અનુજ્ઞા પામી પ્રભુને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી પ્રભુ પાસેથી તથા સહસામ્રવન ઉદ્યાનથી બહાર નીકળ્યા, બહાર નીકળીને ત્રણ સંઘાડામાં ચપળતા, ચંચળતા રહિત થાવ દ્વારકા નગરીમાં ભિક્ષા માટે ફરવા લાગ્યા.
વિવેચન :
આ સૂત્રમાં છ મુનિરાજોનું ભિક્ષાર્થ ગમન તથા ગોચરી માટે ક્યારે અને કેવી રીતે નીકળવું એનું સુંદર વર્ણન છે. તે સમયમાં સાધુ પ્રાય: ત્રીજા પહોરમાં ગોચરી જતા અને એક ટંક (સમય) ભોજન કરતા તેમાં પણ ચંચળતા, ઉતાવળ રહિત નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરતા. છ મુનિઓની ગોચરી એક મુનિ પણ લાવી શકે છે. પરંતુ વિશિષ્ટ તપસાધના અને અભિગ્રહ ધારણ સ્વતંત્ર ગોચરી કરવામાં થઈ શકે છે. બે સંત સાથે જવામાં એક સંત ગોચરી અને બીજા પાણી ગ્રહણ કરી શકે. એક વિશિષ્ટ(દેવકીના) ઘરમાં અજ્ઞાતપણે ત્રણે સંઘાડા પહોંચી જવામાં સ્વતંત્ર ગોચરી અને તેઓની વિશિષ્ટ સમાચારી વ્યવસ્થાનો બોધ થાય છે. અધ્યયનકાલ પછી મુનિ વિશિષ્ટ તપ સાધના, સ્વતંત્ર ગોચરી, અભિગ્રહ આદિ દ્વારા વિશેષ કર્મ નિર્જરા કરી શકે છે. એવી આગમકાલીન વ્યવસ્થા જણાય છે.
બે સંઘાડાનું દેવકીમાતાને ત્યાં આગમન :| ४ तत्थ णं एगे संघाडए बारवईए णयरीए उच्च-णीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे अडमाणे वसुदेवस्स रण्णो देवईए देवीए गेहे अणुप्पविढे ।
तए णं सा देवई देवी ते अणगारे एज्जमाणे पासइ, पासित्ता हट्ट जाव