________________
૨૬
શ્રી અંતગક સૂત્ર
(૩૮) અસિ લક્ષણ : તલવાર, બરછી આદિનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(૩૯) મણિ લક્ષણ : ત્રિઓનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(૪૦) કાકણી લક્ષણ : કાકણી નામના રત્નનાં શુભ અશુભ લક્ષણોને, ગુણોને જાણવાની કલા.
(૪૧) ચર્મ લક્ષણ ઃ ચામડાની પરીક્ષા કરવાની કલા અથવા ચર્મરત્નના શુભ-અશુભ લક્ષણોને જાણવાની
કલા.
(૪૨) ચંદ્રચર્યા : ચંદ્રનો ઉદય થાય ત્યારે સમકોણ, વક્રકોણ આદિ આકારવાળા ચંદ્રના નિમિત્તથી શુભઅશુભ લક્ષણો જાણવાની કલા.
(૪૩) સૂર્યચર્યા : સૂર્ય સંચાર (ભ્રમણ)જનિત ઉપરાગોનાં શુભ અશુભ ફળને જાણવાની કલા.
(૪૪) રાહુચર્યા ઃ રાહુની ગતિ અને તેનાથી ચંદ્ર ગ્રહણ વગેરે જાણવાની કલા.
(૪૫) સહચર્યા : ગ્રહોના સંચારથી શુભ અશુભ ફળોને જાણવાની કલા. (૪૬) સૌભાગ્યક૨ : સૌભાગ્ય વધારવાના ઉપાયોને જાણવાની કલા. (૪૭) દીર્ભાગ્યકર ઃ દુર્ભાગ્યકારી(કારણોને જાણવાની કલા.
(૪૮) વિદ્યાગત : અનેક પ્રકારની વિદ્યાઓને જાણવાની કલા.
(૪૯) મંત્રગત : અનેક પ્રકારના મંત્રોને જાણવાની કલા.
(૫૦) રહસ્યગત ઃ અનેક પ્રકારનાં ગુપ્ત રહસ્યોને જાણવાની કલા.
(૫૧) સભાસ : પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણવાની કલા,
(૫૨) ચાર કલા ઃ ગુપ્તચર–જાસૂસીની કલા. જ્યોતિષ ચક્રના સંચરણને જાણવાની કલા. (૫૩) પ્રતિચાર કલા : ગ્રહ આદિના સંચારનું જ્ઞાન, રોગીની સેવા–સુશ્રુષાનું જ્ઞાન. (૫૪) વ્યૂહ કલા ઃ યુદ્ધમાં સેના દ્વારા ગરૂડ આદિ આકારની રચના કરવાની કલા. (૫૫) પ્રતિવ્યૂહ કલા ઃ શત્રુની સેનાના પ્રતિપક્ષ રૂપમાં સેનાની રચના કરવાની કલા. (૫૬) સ્કંધાવારમાન : સેનાની શિબિર(છાવણી), પડાવ આદિના પ્રમાણને જાણવાની કલા. (૫૭) નગરમાન : નગરના માન(ક્ષેત્રફળ, સીમા વગેરે) પ્રમાણને જાણવાની કલા. (૫૮) વાસ્તુમાન ઃ મકાનોનું માન – પ્રમાણને જાણવાની કલા.
ઃ
(૫૯) સ્કંધાવાર નિવેશ : સેનાને યુદ્ધ યોગ્ય ઊભી રાખવાની અથવા પડાવ કરવાની કલા. (૬૦) વસ્તુ(વાસ્તુ)નિવેશ ઃ વસ્તુઓને થોચિત સ્થાન પર રાખવાની કલા.
(૧) નગરનિવેશ : નગર નિર્માણની કલા.
(૬૨) ઈયુઅસ્ત્રકલા ઃ દિવ્ય અસ્ત્ર સંબંધી કલા.
(૩) છરુપગતકલા : તલવારની મૂઠ આદિ બનાવવાની કલા. (ખડ્ગશાસ્ત્ર)
ઃ
(૪) અશ્વ શિક્ષાઃ ઘોડાને વાહનમાં જોડવાની અને યુદ્ધમાં લડવાની શિક્ષા(તાલીમ) દેવાની કલા.