________________
| વર્ગ ૩ /અધ્ય. ૧-
s
.
[ ૨૭ ]
(૫) હસ્તિ શિક્ષા : હાથીઓને સંચાલન કરવાની શિક્ષા દેવાની કલા. (૬) ધનુર્વેદ શબ્દવેધી આદિ ધનુર્વિદ્યાનું વિશિષ્ટ જ્ઞાન હોવાની કલા. (૭) હિરણ્યપાકઃ સુવર્ણપાક, ધાતુપાક, મણિપાક, ચાંદી, સોનું, મણિ અને લોખંડ આદિ ધાતુઓને ગાળવાનું, પકાવવાનું અને તેની ભસ્મ આદિ બનાવવાની કલા. (૬૮) બાયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, લાકડીનું યુદ્ધ, સામાન્ય યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધાતિયુદ્ધ વગેરે વિવિધ પ્રકારના યુદ્ધને જાણવાની કલા. (૯) સૂત્રખેડ, નાલિકા ખેડ, વર્તખેડ, ધર્મખેડ, ચર્મખેડ આદિ અનેક પ્રકારની રમતોને જાણવાની, ખેલવાની કલા. (૭૦) પત્રચ્છેદ્ય; કટક છેદ્યઃ પત્રો અને લાકડાના છેદન ભેદનની કલા. (૭૧) સજીવ-નિર્જીવ : સજીવને નિર્જીવ જેવું અને નિર્જીવને સજીવ જેવું બનાવવાની કલા. (૭૨) શકુનિરુત: પક્ષીઓની બોલી જાણવાની કલા.
આ ૭૨ કળાઓ મૂળ, અર્થ અને ગ્રંથ તથા પ્રયોગ દ્વારા સિદ્ધ કરાવી અને શીખડાવી કલાચાર્ય અનીયસકુમારને તેના માતાપિતા પાસે લઈ આવ્યા.
ત્યારે અનીયસકુમારના માતાપિતાએ કલાચાર્યનું મધુર વચનોથી તથા વિપુલ આહારપાણી, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર સન્માન કર્યું, કરીને આજીવિકા યોગ્ય પ્રચુર પ્રીતિદાન આપ્યું અને વિદાય આપી.
ત્યાર પછી બાલભાવનો ત્યાગ કરી, વિજ્ઞાન પ્રાપ્ત થઈ, યૌવન અવસ્થાને પ્રાપ્ત અને બોત્તેર કળામાં પ્રવીણ થયેલા અનીયસ કુમારનાં નવ(૯) અંગ– બેકાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા તથા મન બાલ્યાવસ્થાના કારણે સુખ હતા તે જાગૃત થઈ ગયા. ૧૮ પ્રકારની દેશીય ભાષાઓમાં કુશળ થઈ ગયા. ગીતમાં પ્રીતિ રાખનાર, ગંધર્વ નૃત્યમાં કુશલ થઈ ગયા થાવત ભોગ સામર્થ્યથી યુક્ત થયા અર્થાત્ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા.
વિવેચન :
સુત્ર ૩ તથા ૪માં અનીયસકમારના શૈશવ, શૈક્ષણિક જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું બચપણ અત્યંત લાડકોડમાં વ્યતીત થયું છે. અહીં એ માટે પરિવાર મજા...પરિવાફ પદ આપ્યું છે અર્થાત્ ગિરિગુફામાં ચંપકવૃક્ષ સુખપૂર્વક વૃદ્ધિ પામે છે. ચંપકવૃક્ષ શીઘ્રવૃદ્ધિ પામનારું વૃક્ષ છે, એમાં પણ ગિરિગુફામાં સ્થિત હોવાથી બાહ્ય વાતાવરણનો કે પશુ પક્ષી વગેરેનો વ્યાઘાત ન આવે. આમ ચારે તરફથી સુરક્ષાના કારણે ચંપકવૃક્ષ એકદમ વૃદ્ધિ પામે છે. તેવી જ રીતે અનીયસકુમાર પાંચ ધાવમાતા, માતાપિતા, સુલસા એવં નાગ ગાથાપતિ તથા દાસ દાસીઓથી સતત રક્ષાયેલા હોવાથી કોઈ પણ પ્રતિકૂળતા વગર એકદમ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. સારિકામકૂવાત બાળકના સંસ્કાર ઘડતરનો કાળ ગર્ભાવસ્થાથી