________________
| વર્ગ ૩ /અધ્ય. ૧-
s
.
[ ૨૫ ]
(૯) સમતાલ કલા : સમાનતાલ બજાવવાની કલા. (૧૦) ધુતકલા : જુગાર રમવાની કલા. (૧૧) જનવાદકલા : જનશ્રુતિ અને કિંવદતિઓને જાણવાની કલા. (૧૨) પુરઃ કાવ્યકલા શીઘ્ર કવિતા રચવાની કલા. (૧૩) અષ્ટાપદ કલા શતરંજ, ચોપાટ વગેરે ખેલવાની કલા. (૧૪) દકમૃતિકા કલા : માટી અને પાણીના મિશ્રણથી રમકડાં વગેરે બનાવવાની કલા. (૧૫) અન્નવિધિ કલા : અનેક પ્રકારનાં ભોજનના પદાર્થો બનાવવાની કલા. (૧૬) પાનવિધિ કલા : અનેક પ્રકારનાં પીણાં–પેય પદાર્થ બનાવવાની કલા. (૧૭) વસ્ત્રવિધિ કલા : અનેક પ્રકારનાં વસ્ત્ર નિર્માણ કરવાની કલા. (૧૮) શયનવિધિ: સૂવાની કલા. (૧૯) આર્યાવિધિ : આર્યા છંદ બનાવવાની કલા. (૨૦) પ્રહેલિકા : પ્રહેલિઓને જાણવાની કલા. ગૂઢ અર્થવાળી કવિતા કરવાની કલા. (ર૧) માગધિકા : સ્તુતિ પાઠ કરવાવાળા ભાટ-ચારણો(કવિતા કરવા)ની કલા. (૨૨) ગાથા કલાઃ પ્રાકૃત્ત આદિ ભાષાઓમાં ગાથા રચવાની કલા. (૨૩) શ્લોક કલા : સંસ્કૃત ભાષામાં શ્લોક બનાવવાની કલા. (૨૪) ગંધયુતિ : અનેક પ્રકારનાં ગંધો અને દ્રવ્યોને મેળવીને સુગંધિત પદાર્થ બનાવવાની કલા. (૨૫) મધુસિક્ય : મીણના પ્રયોગની કલા. (૨૬) આભરણ વિધિ : આભૂષણ (અલંકારો) બનાવવાની કલા. (૨૭) તરુણી પ્રતિકર્મ ઃ યુવતી સ્ત્રીઓને અનુરંજન(ખુશ) કરવાની કલા. (૨૮) સ્ત્રી લક્ષણ : સ્ત્રીઓનાં શુભ-અશુભ લક્ષણોને જાણવાની કલા. (૨૯) પુરુષ લક્ષણ : પુરુષોનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૦) હય લક્ષણ : ઘોડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૧) ગજ લક્ષણ : હાથીનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૨) ગોણ લક્ષણ : બળદનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૩) કટ લક્ષણ : કુકડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૪) મેઢ લક્ષણ : ઘેટા(બકરા)નાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૫) ચક્ર લક્ષણ : ચક્ર આયુધનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૬) છત્ર લક્ષણ : છત્રનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૭) દંડ લક્ષણ : હાથમાં રાખવાનો દંડ-લાકડીના શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.