________________
| વર્ગ ૧ /અધ્ય.૧.
૧૫ |
विरूवरूवा गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, तमटुं आराहेइ, चरिमेहिं उस्सास णिस्सासेहिं सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे सव्वदुक्खपहीणे । ભાવાર્થ – અન્યદા એક સમયે ગૌતમ અણગાર અરિહંત અરિષ્ટનેમિપ્રભુ સમીપે પધાર્યા. અરિષ્ટનેમિ પ્રભુને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક આ પ્રમાણે બોલ્યા- હે પ્રભો ! હું આપની અનુજ્ઞા હોય તો પ્રથમ માસિકી ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવા ઈચ્છું છું. ભગવાનની અનુજ્ઞા પામીને બંધક અણગારની જેમ બાર ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરી, "ગુણરત્ન સંવત્સર" તપનું આરાધન કર્યું. શેષ ખંધક અણગારની જેમ ચિંતન, મનન કરી, અરિષ્ટનેમિ પ્રભુ સમીપે પૃચ્છા કરી, તથારૂપ સ્થવિર મુનિઓ સાથે શત્રુંજય પર્વત પર આરોહણ કર્યું. પૃથ્વી શિલાપટ્ટકની પ્રતિલેખના પ્રમાર્જના કરી વિધિપૂર્વક સંલેખના વ્રત અંગીકાર કર્યું. બાર વર્ષની સંયમ પર્યાય પાળી, આહારની અભિલાષાથી સર્વથા રહિત થઈ એક માસની સંલેખના દ્વારા આત્માને આરાધિત કર્યો, કરીને સાંઠ(so)ભક્ત(ભોજન)નો પરિત્યાગ કર્યો, કરીને જે અર્થ–પ્રયોજન માટે નગ્નભાવસાધુવૃત્તિ-મુંડભાવ-દ્રવ્યથી શિરમુંડન અને ભાવથી પરિગ્રહત્યાગ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અસ્નાનભાવ, અછત્રક-છત્રનો પ્રયોગ ન કરવો, ઉપાનહ–જૂતા-ચપ્પલનો ત્યાગ, ભૂમિશયન, ફલક (પાટીયું)શયન, પરઘર પ્રવેશ–ગોચરી અર્થે બીજાના ઘરોમાં જવું, લાભાલાભ, માનાપમાન, હીલના, નિંદા, ખ્રિસના-ગુપ્ત રહસ્ય પ્રગટ કરવું, તાડના, ગર્તા, ઊંચ-નીચ અનેક પ્રકારના રર પરીષહો, ઈન્દ્રિયોના દુઃખદાયક ઉપસર્ગોને સહન કરતા હતા, તે અર્થ–પ્રયોજનને સિદ્ધ કર્યું અને અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી ગૌતમ અણગાર સિદ્ધ–બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણ એટલે કે સર્વ સંતાપોથી રહિત થઈ અને સર્વ દુઃખોનો અંત કરી સિદ્ધગતિને પામ્યા.
વિવેચન :
આ સૂત્રમાં ગૌતમ અણગારના સંયમી જીવનની ઉચ્ચતમ વિશિષ્ટ તપ સાધનાનું અને તેમની અંતિમ સાધના સંલેખનાનું તથા સિદ્ધ ગતિને પામ્યાનું વર્ણન છે. માલિયું fબવહુ હિમ :- ગૌતમ અણગારે માસિકી આદિ બાર ભિક્ષુ પ્રતિમાઓનું વહન કર્યું. સાધુના અભિગ્રહ વિશેષને ભિક્ષુ પ્રતિમા કહે છે. શારીરિક સંસ્કાર અને દેહ મમત્વનો ત્યાગ કરી, પ્રતિમાધારી સાધક, દેવ–મનુષ્ય-તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરતાં અભિગ્રહ વિશેષનું પાલન કરે છે. પ્રથમની સાત ભિક્ષુ પ્રતિમા એક એક મહિનાની છે.
પ્રથમ ભિક્ષુ પ્રતિમામાં એક દત્તિ આહાર અને એક દત્તિ પાણીની આમ ક્રમશઃ એક એક દત્તિ આહાર-પાણીની વધારતાં સાતમી પ્રતિમામાં સાત દત્તિ આહારની અને સાત દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. દાતા દ્વારા દેવાતી અતૂટ ધારાને દત્તિ કહે છે. સાત પ્રતિમાના સાત મહિના થાય. આઠમી, નવમી, દશમી આ ત્રણ પ્રતિમા ૭-૭ અહોરાત્રની એટલે કુલ ૨૧ અહોરાત્રની છે. તેમાં