________________
[ ૧૪]
શ્રી અંતગડ સૂત્ર
આ સૂત્રમાં ગૌતમ અણગારની બાહ્ય, આત્યંતર આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આત્યંતર તપસાધનામાં સ્વાધ્યાય અને ધ્યાનનું વિશિષ્ટ સ્થાન છે. ગૌતમ અણગારે તથારૂપ સ્થવિર ભગવંતના સાંનિધ્યે વિનયપૂર્વક પાયાનું જ્ઞાન સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ચિંતન અને મનન દ્વારા સમસ્ત જ્ઞાનને ધારણામાં ઢાળી દીધું અને બાહ્ય તપસાધનામાં ઉપવાસથી લઈ માસખમણ, અર્ધમાસખમણાદિ અનેકવિધ તપ દ્વારા આત્માના અણુએ અણુને રંગી દીધા. સામાવાડું :- અહીં સામાયિક શબ્દથી આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન લેવાનું છે અર્થાત્ ગૌતમ અણગારે આવશ્યક સૂત્રથી ૧૧ મા અંગ વિપાક સૂત્ર સુધીના અંગસૂત્રોનું અધ્યયન કર્યું. પ્રશ્ન :- અહીં પ્રશ્ન થાય કે ગૌતમ અણગારે જે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, તેમાં આઠમા અંગ અંતગડ સૂત્રનો અભ્યાસ પણ કર્યો. અંતગડ સૂત્રનું પહેલું અધ્યયન ગૌતમકુમારનું છે. તો શું તેઓએ પોતાની જ જીવન સાધનાનો અભ્યાસ કર્યો?
સમાધાન :- આ અંતગડ સૂત્ર પ્રભુ મહાવીર સ્વામીની વાચનાનું આઠમું અંગ છે અને ગૌતમ અણગારે જે અંતગડનો અભ્યાસ કર્યો તે તત્કાલિન અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની વાચનાના અંતગડ સુત્રનો અભ્યાસ કર્યો હતો. વસ્તુતઃ પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અનેક વાચનાઓ થાય છે. તેમાં દરેક વાચનામાં શિક્ષારૂપ પ્રયોજન, કથન કરવાયોગ્ય ભાવો એક સમાન જ હોય છે. માત્ર જીવનના (ચારિત્રના)નાયક ભિન્ન ભિન્ન હોય છે. ગૌતમકુમારનું સિદ્ધિગમન :|११ तए णं से गोयमे अणगारे अण्णया कयाइ जेणेव अरहा अरिट्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिम उवसंपज्जित्ताणं विहरित्तए । एवं जहा खंदओ तहा बारस भिक्खुपडिमाओ फासेइ । गुणरयणं पि तवोकम्मं तहेव फासेइ णिरवसेसं । जहा खंदओ तहा चिंतेइ, तहा आपुच्छइ, तहा थेरेहिं सद्धिं सेत्तुज दुरूहइ, बारस वरिसाई परियाए मासियाए संलेहणाए अप्पाणं झोसेइ, झोसित्ता सर्टि भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे, केसलोए, बंभचेरवासे, अण्हाणगं, अदंतवणयं अच्छत्तयं, अणु वाहणयं, भूमिसेज्जाओ, फलगसेज्जाओ, कट्ठ सेज्जाओ परघरप्पवेसे, लद्धावलद्धाई माणावमाणाई, परेसिं हीलणाओ, जिंदणाओ, खिसणाओ, तालणाओ, गरहणाओ, उच्चावया