________________
| વર્ગ ૧ /અધ્ય.૧.
શ્રુતધર્મની આદિ કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનાર, સ્વયંબોધને પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમલ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રદ્યોત કરનાર, જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મોક્ષમાર્ગના દાતા, શરણદાતા, સંયમરૂપી જીવનદાતા, બોધિબીજ–સમ્યકત્વ લાભના દાતા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિનો અંત કરવામાં શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, દ્વીપ સમાન રક્ષક, શરણભૂત, ગતિરૂપ અને આધારભૂત, અપ્રતિમા–બાધારહિત, શ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળ દર્શનના ધારક, છદ્મસ્થ અવસ્થાથી રહિત, રાગદ્વેષના વિજેતા, અન્યને જીતાવનારા, સંસાર સાગરથી તીર્ણ, અન્યને તારનારા, સ્વયં બોધને પામેલા, અન્યને બોધ પમાડનારા, કર્મોથી મુક્ત, અન્યને મુક્ત કરાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગરહિત, અંતરહિત, ક્ષયરહિત, બાધારહિત, પુનરાગમન રહિત એવી સિદ્ધ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા તે પ્રભુએ સાતમા અંગ ઉપાસકદશાંગનો જે અર્થ કહ્યો છે, તે મેં સાંભળ્યો છે. તો પછી આઠમા અંગ અંતગડદશાનો ભગવાને શું અર્થ પ્રરૂપ્યો(કહ્યો) છે? ત્યારે આર્ય સુધર્મા સ્વામીએ ફરમાવ્યું–જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશા સૂત્રના આઠ વર્ગ કહ્યા છે. વિવેચન :વI :- વર્ગ એટલે શાસ્ત્રનો એક વિભાગ, પ્રકરણ અથવા અધ્યયનોનો સમૂહ.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આકર્ષ થી લઈ સંપત્તળ સુધીના બધા જ વિશેષણો જ્ઞાતા ધર્મકથાના પ્રથમ શ્રુત સ્કંધના, પ્રથમ અધ્યયનના પ્રારંભિક સૂત્રોમાંથી પૂર્ણ કરેલ છે. ફરક માત્ર સંપાં ની જગ્યાએ ત્યાં સામુવા શબ્દ છે. અંતગડના અન્ય સંસ્કરણોમાં અહીં સંક્ષિપ્ત પાઠ ઉપલબ્ધ છે. પ્રથમવર્ગના ચરિત્રનાયકો - | ४ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठ वग्गा पण्णत्ता, पढमस्स णं भते ! वग्गस्स अंतगडदसाणं समणेण भगवया महावीरेण जाव संपत्तेण कइ अज्झयणा पण्णत्ता?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, तं जहा
गोयम-समुद्द-सागर, गंभीरे चेव होइ थिमिए य ।
अयले कंपिल्ले खलु, अक्खोभ-पसेणइ-विण्हू ॥ ભાવાર્થ - હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ મોક્ષને પ્રાપ્ત પ્રભુએ આઠમા અંગ