________________
પરિશિષ્ટ-પ
૨૨૧
હિંસા—અહિંસાના સંબંધમાં ચર્ચા કરી હતી. જ્યારે તેઓ વેણુવનમાં હતા ત્યારે અભયકુમારે તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી. –(મજિઝમકાય, અભયરાજકુમાર સુત્તત્ત્વ પૃ. ૨૩૪)
સાધુ સકલોદાયિનીએ પણ બુદ્ધની સાથે અહીંયા વાર્તાલાપ કર્યો હતો. મહાવીર બુદ્ધના નિર્વાણ બાદ રાજગૃહીની અવનતિ થવા લાગી હતી. જ્યારે ચીની યાત્રી હ્યુએનસાંગ અહીંયા આવ્યા ત્યારે રાજગૃહ પહેલા જેવું રહ્યું નહોતું. આજે પણ ત્યાંના નિવાસી દરિદ્ર અને અભાવગ્રસ્ત છે. આજકાલ રાજગૃહ 'રાજિંગર'ના નામથી વિશ્રુત છે. રાજગિર બિહાર પ્રાંતમાં પટણાથી પૂર્વ અને ગયાથી પૂર્વોત્તરમાં અવસ્થિત છે.
(૧૦) રૈવતક :– પાર્જિટર રૈવતકની ઓળખાણ કાઠિયાવાડના પશ્ચિમ ભાગમાં વરદાની પહાડીથી કરે છે– (હિસ્ટ્રી ઓવ ધર્મશાસ્ત્ર, જિલ્દ ૪, પૃ. ૭૯૪-૯૫).
=
જ્ઞાતાસૂત્રાનુસાર દ્વારકાના ઉત્તર પૂર્વમાં રૈવતક નામનો પર્વત હતો. – (જ્ઞાતાધર્મકથા ૧/૫) અંતકૃદશામાં પણ આ જ વર્ણન છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચારિત્રાનુસાર દ્વારકાની સમીપે પૂર્વમાં રૈવતક ગિરિ, દક્ષિણમાં માલ્યવાન શૈલ, પશ્ચિમમાં સોમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ છે. મહાભારતની દષ્ટિથી રૈવતક કુશસ્થલીની નજીક હતો. વૈદિક હરિવંશપુરાણ અનુસાર યાદવો મથુરા છોડીને સિંધુમાં ગયા અને સમુદ્ર કિનારે રૈવતક પર્વતથી ન અતિદૂર ન અધિક નિકટ દ્વારકા વસાવી(હરિવંશપુરાણ ૨/૫૫).
ભગવાન અરિષ્ટનેમિ અભિનિષ્ક્રમણને માટે નીકળ્યા. ત્યારે દેવ મનુષ્યોથી પરિવૃત શિબિકારત્ન પર આરૂઢ થઈ રેવતક પર્વત પર અવસ્થિત થયા. – (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨/૨૨). રાજમેતિ પણ સંયમ ગ્રહણ કરી રૈવતક પર્વત પર જઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદથી ભીંજાઈ ગયા અને કપડા સૂકવવા માટે એક ગુફામાં રહ્યા. જેની ઓળખાણ આજે પણ "રાજેમતી ગુફા" તરીકે થાય છે. રૈવતક પર્વત આજે પણ વિદ્યમાન છે. સંભવ છે પ્રાચીન દ્વારકા આની તળેટીમાં જ વસી હોય. રૈવતક પર્વતનું નામ ઊજ્જયંત પણ છે– (જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૪૭૨). રૂદ્રદામ અને સ્કંધગુપ્તના ગિરનાર શિલાલેખોમાં આનો ઉલ્લેખ છે. ત્યાં એક નંદનવન હતું જેમાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં અનેક પાણીના ઝરણા વહેતા હતા. અનેક પશુ-પક્ષી, લતાઓ, વૃક્ષોથી સુશોભિત હતો. પ્રતિવર્ષ હજારો લોકો એકત્રિત થતા હતા. (આવશ્કયનિર્યુક્તિ, કલ્પસૂત્ર, જ્ઞાતધર્મકથા, અંતગડદશા સૂત્ર, ઉત્તરાધ્યયન ટીકા, આ બધામાં રૈવતકનું આ વર્ણન આવે છે.)
દિગંબર પરંપરા અનુસાર રૈવતક પર્વતની ચંદ્ર ગુફામાં આચાર્ય ધરસેને તપ કર્યું હતું અને અહીં જ ભૂતબલિ અને પુષ્પદંત આચાર્યોએ અવિશષ્ટ શ્રુતજ્ઞાનને લિપિબદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો. (જૈનાગમ સાહિત્યમાં ભારતીય સમાજ) મહાભારતમાં પાંડવો અને યાદવોનું રૈવતક પર્વત ઉપર યુદ્ધ થયાનું વર્ણન છે. (આદિપુરાણમાં ભારત, પૃ. ૧૦૯)
જૈનગ્રંથોમાં રૈવતક, ઉજ્જયંત, ઉવલ, ગિરિણાલ અને ગિરનાર આદિ નામ આ પર્વતના આવ્યા છે. (ભગવાન મહાવીરની ધર્મકથાઓ પૃ. ૨૧૬–પંડિત બેચરદાસ)