________________
[ ૨૨૦]
શ્રી અંતગડ સૂત્ર
ખંડ છે. પ્રથમ ખંડ જેને મધ્યમંડ પણ કહે છે. તેમાં રપા આર્યદેશ છે. (૯) રાજગૃહ – મગધની રાજધાની રાજગૃહ હતી. જેને મગધપુર, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ઋષભપુર અને કુશાગ્રપુર આદિ અનેક નામોથી બોલાવાય છે. આવશ્યકર્ણિ અનુસાર કુશાગ્રપુરમાં પ્રાયઃ આગ લાતી જતી હતી. તેથી રાજા શ્રેણીકે રાજગૃહ વસાવ્યું. મહાભારત યુગમાં રાજગૃહમાં જરાસંધ રાજા રાજ્ય કરતા અને રામાયણ કાળમાં વીસમા તીર્થકર મુનિસુવ્રતનો જન્મ રાજગૃહમાં થયો હતો. અંતિમ કેવળી જંબૂસ્વામીની જન્મ તથા નિવાર્ણભૂમિ, ધનકુબેર જેવા ધન્ના-શાલીભદ્ર, પરમસાહસી અર્જુનમાળી, તેના તારક શેઠ સુદર્શન તથા પ્રતિભામૂર્તિ અભયકુમાર આદિ અનેક મહાન આત્માઓને જન્મ આપવાનું શ્રેય રાજગૃહીના ફાળે છે.
પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાથી રાજગૃહને 'ગિરિવ્રજ' પણ કહે છે. તે પાંચ પહાડોના નામ જૈન, બૌધિક, વૈદિક ત્રણે ય પરંપરામાં અલગ અલગ રહ્યા છે.
જૈન પરંપરામાં પાંચ પહાડના નામ- વિપુલ, રત્ન, ઉદય, સ્વર્ગ અને વૈભારગિરિ. વૈદિક પરંપરામાં પાંચ પહાડના નામ- વહાર, બારાહ, વૃષભ, ઋષિગિરિ, ચેત્યક. બૌદ્ધ પરંપરામાં પાંચ પહાડના નામ- ચંદન, મિજઝફૂટ, ભાર, ઈસમિતિ, પુત્ર
આ પહાડો આજ પણ રાજગૃહમાં છે. ભાર અને વિપુલગિરિનું વર્ણન જૈન ગ્રંથોમાં વિશેષ રૂપથી આવે છે. આ પહાડો વૃક્ષાદિથી ખૂબ હર્યાભર્યા હતા. અનેક જૈન શ્રમણોએ આ પર્વત પર નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું. વૈભાર પહાડની નીચે જ તપોદા અને મહાતપોપતરપ્રભ નામનો ઉષ્ણ પાણીનો એક વિશાળ કુંડ હતો. વર્તમાનમાં પણ તે રાજગિરિમાં તપોધન નામથી પ્રસિદ્ધ છે.- (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, બૃહત્કલ્પ ભાષ્ય વૃત્તિ, વાયુપુરાણ). ભગવાન મહાવીરના સૌથી વધુ ચાતુર્માસ તથા વિચરણ રાજગૃહમાં રહ્યું હતું. અહીં ગુણશીલ, મંડિકુક્ષ અને મોગ્ગરપાણિ આ ત્રણ ઉધાન હતા. પ્રભુ પ્રાયઃ ગુણશીલ ઉદ્યાનમાં જ સમોસરતા. વર્તમાને જેને ગુણાવા કહે છે.
આગમ સાહિત્યમાં રાજગૃહને પ્રત્યક્ષ દેવલોક સમાન અને અલકાપુરી સમાન વર્ણવી છે. મહાકવિ પુષ્પદંતે લખ્યું છે. સોના ચાંદીથી બનેલી રાજગૃહ પ્રતિભાસિત એવી થતી હતી કે જાણે સ્વર્ગથી અલકાપુરી જ પૃથ્વી પર આવી ગઈ હોય. – (હાયકુમાર ચરિઉ–૬)
રવિષેણાચાર્યે રાજગૃહને ધરતીનું યૌવન કહ્યું છે. (પદ્મપુરાણ-૩૩/૨) બૌદ્ધોનો પણ રાજગૃહ સાથે મધુર સંબંધ છે. વિનયપિટકથી સ્પષ્ટ છે કે બુદ્ધ ગૃહત્યાગ કરીને રાજગૃહ આવ્યા ત્યારે રાજા શ્રેણિકે તેને પોતાની સાથે રાજગૃહમાં રહેવાની પ્રેરણા આપી હતી. પરંતુ બુદ્ધે આ વાત માની નહીં. બુદ્ધ પોતાના મતનો પ્રચાર કરવા કેટલીવાર રાજગૃહ આવ્યા હતા. તેઓ પ્રાય: વૃદ્ધકૂટ પર્વત કલંદક નિવાય અને વેણુભવનમાં ઉતરતા હતા. (મજિઝમ નિકાય.)
એકવાર બુદ્ધ જીવક કૌમારભૂત્યના આમ્રવનમાં હતા ત્યારે અભયકુમારે તેની સાથે