________________
રરર |
શ્રી અંતગડ સૂત્ર
(૧૧) વિપુલગિરિ - રાજગૃહ નગરીની સમીપનો એક પર્વત. આગમોમાં અનેક સ્થળો પર આનો ઉલ્લેખ છે. સ્થવિરોની દેખરેખ હેઠળ ઘોર તપસ્વી સંતો અહીં આવીને સંથારો કરતા હતા. જૈન ગ્રંથોમાં આ પાંચ પર્વતોના નામોનો ઉલ્લેખ મળે છે. (૧) વૈભારગિરિ (૨) વિપુલગિરિ (૩) ઉદયગિરિ (૪) સુવર્ણગિરિ (૫) રત્નગિરિ. વધુ વર્ણન રાજગૃહના વર્ણનમાંથી જાણી લેવું. (૧૨) સહસાવન -આગમોમાં આ ઉદ્યાનનો પ્રચર ઉલ્લેખ મળે છે. નિમ્ન લિખિત નગરોમાં સહસામ્ર વનનો ઉલ્લેખ છે– (૧) કાકંદીની બહાર જ્યાં ધન્નાને સુનક્ષત્રકુમારની દીક્ષા થઈ હતી. (ર) ગિરનાર પર્વત પર. (૩) કામ્પિયવ્ય નગર બહાર (૪) પાંડુ મથુરાની બહાર (૫) મિથિલા નગરીની બહાર (૬) હસ્તિનાપુર નગરની બહાર. (૧૩) સાકેત :- ભારતનું એક પ્રાચીન નગર. આ કોશલદેશની રાજધાની હતી. આચાર્ય હેમચંદ્ર સાકેત, કોશલ અને અયોધ્યા આ ત્રણેયને એક જ કહ્યા છે. સાકેતની સમીપે જ 'ઉત્તરકુરૂ' નામનું સુંદર ઉધાન હતું. એમાં 'પાશામૃગ' નામનું યક્ષાયતન હતુ. સાકેતનગરના રાજાનું નામ મિત્રનંદી અને રાણીનું નામ શ્રીકાંતા હતું.
વર્તમાનમાં ફૈજાબાદ જિલ્લામાં ફૈજાબાદથી પૂર્વોત્તર છ માઈલ પર સરયૂ નદીના દક્ષિણી તટ પર સ્થિત વર્તમાન અયોધ્યાની નજીકમાં જ પ્રાચીન સાકેત હશે. (૧૪) શ્રાવસ્તી :- આ કૌશલ રાજ્યની રાજધાની હતી. આધુનિક વિદ્વાનોએ આની ઓળખાણ સહેરમહેરથી કરી છે. સહેર ગોંડા જિલ્લામાં છે અને મરે બહરાઈમ જિલ્લામાં. મહેર ઉત્તરમાં છે અને સહેર દક્ષિણમાં– (દી એશિયન્ટ જ્યોગ્રોફી ઓફ ઈન્ડિયા પે. ૪૬૯-૪૭૪) આ સ્થાન ઉત્તર પૂર્વીય રેલ્વેના બલરામપુર સ્ટેશનથી જે રોડ (સડક) જાય છે તેનાથી દશ માઈલ દૂર છે. બહરાઈમથી ૨૫ માઈલ ઉપર અવસ્થિત છે. વિદ્વાન બી સ્મિથના અભિમતાનુસાર શ્રાવસ્તી નેપાલ દેશના ખજૂર પ્રાંતમાં છે અને તે બાલપુરની ઉત્તર દિશામાં અને નેપાલગંજની એકદમ નજીક જ ઉત્તર પૂર્વીય દિશામાં છે. (જર્નલ ઓફ રોયલો એશયાટિક સોસાયટી મા-૧, ૪-૧૯૦૦). યુઆન ચુઆંગે ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા ભા-૧માં શ્રાવસ્તીને જનપદ (એરિયા) માન્યો છે અને એનો વિસ્તાર છ હજાર લી. નો છે. તેની રાજધાનીને "પ્રાસાદ નગર" કહે છે. જેનો વિસ્તાર ૨૦ લી. (માન્યો છે).
જૈન દષ્ટિએ આ નગરી અચિરાવતી (રાતી) નદીના કિનારે વસી હતી. જેમાં પાણી બહુ ઓછું રહેતું હતું. જેથી તેને પાર કરી જૈન શ્રમણો ભિક્ષાર્થે જતા હતા. (કલ્પસૂત્ર, બૃહત્કલ્પ) શ્રાવસ્તી જૈન અને બૌદ્ધ સંસ્કૃતિના કેન્દ્રસ્થાને રહી છે. કેશી ગૌતમનો ઐતિહાસિક સંવાદ આ નગરીમાં જ થયો હતો. ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થાનું ૧૦મું ચાતુર્માસ અહીં જ કર્યું. શ્રાવસ્તીના કોષ્ટકોધાનમાં ગોશાલકે તેજોલેશ્યાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારોને બાળી નાખ્યા હતા. ભગવાન પર તેજોલેશ્યા પણ આ સ્થાન પર જ પ્રક્ષિપ્ત કરી હતી (છોડી હતી). ગોશાલક, પરમભક્ત ઉપાસક અપંપુલ તથા હાલા હલા કુંભારણ આ નગરીના જ નિવાસી હતા.