________________
પરિશિષ્ટ-૫
૨૧૫ |
ગ્રહે છે અને નિસ્સાર પુગલોને ફેંકી દે છે. સારભૂત તત્ત્વો ગ્રહણ કરી દંડ કપાટ વગેરે બનાવી પોતે ધારેલું રૂપ બનાવી મનુષ્ય લોકમાં આવે છે. તે અઢાર રત્નોના નામ આ પ્રમાણે છે– (૧) અંકરત્ન (૨) અંજન રત્ન (૩) કર્મેતરત્ન (૪) અંજનપુલક (૫) જાતરૂપરત્ન (૬) જ્યોતિરસ (૭) પધરાગરત્ન (૮) પુલકરત્ન (૯) મસારગલ્લ (૧૦) રજતરત્ન (૧૧) રિઝરત્ન (૧૨) લોહિતાક્ષરત્ન (૧૩) વજરત્ન (૧૪) વૈડૂર્યરત્ન (૧૫) સ્ફટિકરત્ન (૧૬) સૌગંધિક રત્ન (૧૭) હંસગર્ભરત્ન (૧૮) ઈન્દ્રનીલરત્ન.
(૧૨) સ્કંદક મુનિ - સ્કંદક સંન્યાસી શ્રાવસ્તી નગરીના રહેવાસી ગર્ભભાલી પરિવ્રાજકના શિષ્ય હતા. તેઓનો ગૌતમ સ્વામી સાથે પૂર્વના પાંચ ભવથી સંબંધ ચાલ્યો આવતો હોઈ પૂર્વના તેઓ પરમ મિત્ર તથા ગૌતમપ્રતિ અનુરાગી હતા. ભગવાન મહાવીરના શિષ્ય પિંગલક નિગ્રંથ શ્રાવકના પ્રશ્નોનો ઉત્તર તેઓ ન આપી શક્યા. પરિણામે શ્રાવસ્તીની જનતા પાસેથી સાંભળ્યું કે ભગવાન કૃદંગલા નગરના છત્ર પલાશ ઉદ્યાનમાં બિરાજે છે. તો તેઓ પણ ભગવાન સમીપે પહોંચ્યા અને પોતાને સમાધાન મળવા પર ત્યાંને ત્યાંજ પ્રભુના શિષ્ય બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. ૧૨ ભિક્ષુપ્રતિમાની ક્રમથી આરાધના કરી ગુણ રત્નસંવત્સર તપ કર્યું. એક માસની સંખના કરી, કાળધર્મ પામી ૧૨મા(બારમા) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધારણ કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. બાર વર્ષનો સંયમ પર્યાય પાળ્યો હતો.
(૧૩) સધર્મા સ્વામી - આર્ય સુધર્મા સ્વામી કોલ્લાક સન્નિવેશના નિવાસી અગ્નિવેશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. પિતા ધમ્મિલ અને માતા ભલિાના પુત્ર હતા. પચાસ વર્ષની ઉંમરે ૫૦૦ શિષ્યો સાથે સંયમ ગ્રહણ કર્યો. બેતાલીસ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. વીર નિર્વાણ પછી બાર વર્ષ વ્યતીત થવા પર કેવળી થયા અર્થાતુ પ્રભુ નિર્વાણ પધાર્યાને ગૌતમસ્વામી કેવળી થયા અને ગૌતમસ્વામી નિર્વાણ પધાર્યાને સુધર્મા સ્વામી કેવળી થયા. આઠ વર્ષ કેવળી પર્યાય મળી. આમ ભગવાનના સર્વ ગણધરોમાં સૌથી વધુ આયુષ્ય સુધર્મા સ્વામીનું હતું. બધા ગણધરોએ નિર્વાણ પૂર્વ સંથારો લેતી વખતે પોતપોતાના ગણ સુધર્મા સ્વામીને સોંપ્યા હતા. આર્ય સુધર્મા સ્વામી ૫૦ વર્ષ દીક્ષા + ૪૨ વર્ષ છદ્મસ્થકાળ + ૮ વર્ષ કેવળી પર્યાય મળી કુલ ૧૦ (સો) વર્ષનું સર્વાયુ ભોગવી વીરનિર્વાણ સંવત ૨૦માં એક માસનો સંથારો કરી રાજગૃહના ગુણશીલ ઉદ્યાનમાં નિર્વાણ પધાર્યા. પછી તુરંત જ જંબૂસ્વામી છેલ્લા કેવળી થયા. (૧૪) શ્રેણિક રાજા:- મગધ સમ્રાટ શ્રેણિક ચેલણાના સહવાસે તથા અનાથીમુનિથી પ્રતિબોધિત થઈ પ્રભુ મહાવીરના પરમ ભક્ત બની ગયા હતા. આવી એક લોકોક્તિ છે. રાજા શ્રેણિકનું વર્ણન જૈન ગ્રંથો તથા બૌદ્ધગ્રંથોમાં પ્રચુર માત્રામાં મળે છે. ઈતિહાસકાર કહે છે કે શ્રેણિક રાજા હૈહય કુળ અને શિશુનાગ વંશના હતા. બૌદ્ધ ગ્રંથોમાં 'સેત્તિય' અને 'બિંબિંસાર' બે નામ મળે છે.
જૈન ગ્રંથોમાં 'સેણિય', 'બિંબિસાર' અને 'ભંભાસાર' આ નામ ઉપલબ્ધ છે.
શ્રેણિકના પિતા પ્રસેનજિત કુશાગ્રપુરમાં રાજ્ય કરતા હતા. એક દિવસની વાત છે. રાજપ્રાસાદમાં એકાએક આગ લાગી ગઈ. દરેક રાજુકમાર પોત પોતાની પ્રિય વસ્તુ લઈ બહાર નીકળી ગયા. કોઈએ