________________
[ ૨૧૪]
શ્રી અંતગડ સૂત્ર
કાલાંતરે પુત્ર જન્મ થયો. જેનું નામ મહાબલકુમાર રાખ્યું. કલાચાર્ય પાસે ૭૨ કળાઓનો અભ્યાસ કરીને મહાબલકુમાર કુશળ થઈ ગયા.
આઠ રાજકન્યા સાથે વિવાહ થયો. એકદા તીર્થકર વિમલનાથના પ્રશિષ્ય ધર્મઘોષ મુનિ હસ્તિનાપુર પધાર્યા. ઉપદેશ સાંભળી મહાબલને વૈરાગ્ય જાગ્યો. ધર્મદોષ મુનિ પાસે દીક્ષિત થયા. મહાબલ મુનિએ ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું. ૧૨ વર્ષની શ્રમણ પર્યાય પાળી, કાળધર્મ પામી બ્રહ્મલોક કલ્પમાં દેવ બન્યા.
(૧૦) મેઘકમાર - મગધ સમ્રાટ શ્રેણિક અને ધારિણીદેવીનાં પુત્ર હતા. પ્રભુ મહાવીરના સમાગમે દીક્ષાના ભાવ થયા. એક દિવસની રાજ્યશ્રી ગ્રહણ કરી. દીક્ષાની ભવ્ય તૈયારી કરાવી. બે લાખના રજોહરણ પાત્રા મંગાવ્યા અને એક લાખ નાપિત(વાણંદ)ને આપ્યા. અત્યંત ઠાઠમાઠથી દીક્ષા ગ્રહણ કરી. જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ રાતે રત્નાધિક મુનિઓના ગમનાગમનના કારણે તેઓના પગની રજ તથા ઠોકર લાવવાથી મેઘમુનિ વ્યાકુળ થઈ ગયા. મન અશાંત થઈ ગયું. કુલીન-ખાનદાનીની નિશાની છે કે પ્રભુની સમીપે વિદિત કરવા આવ્યા. પરંતુ પ્રભુએ તેમને પૂર્વભવોનું સ્મરણ કરાવ્યું. સંયમમાં ધૃતિ રાખવાનો ઉપદેશ આપ્યો. મેધમુનિને જાણિ સ્મરણજ્ઞાન થયું અને તેઓ સંયમભાવમાં સ્થિર થઈ ગયા. એક માસની સંલેખના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધગતિને પામશે.
(૧૧) હરિગમેષી દેવ - હરિëગમેષી દેવ સૌધર્મકલ્પવાસી દેવ છે. ગર્ભસંબંધી જે કંઈ પૃચ્છા કે સમસ્યા હોય ત્યારે આ દેવની આરાધના લોકો કરતા. પ્રભુ મહાવીરના ગર્ભ સાહરણ વખતે ઈન્દ્ર મહારાજે આ દેવને જ આજ્ઞા કરી હતી. ભદિલપુર નગરમાં સુખસા બચપણથી આ દેવની ઉપાસિકા હતી. મૃતવંધાના કલંકથી બચવા માટે તેણે અનન્ય ભાવે ઉપાસના કરી, હરિëગમેષી દેવને પ્રસન્ન કરેલા અને તેમણે સુલતાની ભક્તિથી પ્રેરાઈને દેવકીના છ દિકરાઓનું સાહરણ કરી સુલસાને ત્યાં મૂકેલા અને સુલતાના મૃત બાળકો દેવકીને ત્યાં મૂકેલા. જોકે આ ઘટનાનો માર્મિક ઈતિહાસ છે. તુલસા અને દેવકી પૂર્વભવમાં દેરાણી જેઠાણી હતા. દેવકીએ તુલસાના છ રત્ન ચોરી ભયના કારણે ઉંદરના બિલમાં નાખી દીધા. બિલમાં સંતાડવાનું કારણ, શોધતા કદાચ રત્નો મળી પણ જાય તો ઉંદરે આમથી તેમ કર્યા હશે એમ સમજી સંતોષ માની લે અને કદાચિત ન મળે તો થોડા દિવસ પછી મારી માલિકીના કરી લઈશ એમ સમજી દેવકીએ ઉંદરના બિલમાં રત્નો નાંખી દીધા. સંયોગવશ તે રત્નો દેરાણીને મળી ગયા અને તેની નજરે ઉંદર ચોર ગણાયો. દેવકી છૂટી ગઈ પરંતુ કહેવાય છે કે તે ઉંદર જ હરિëગમેષી દેવ બન્યો. દેરાણી સુલસા બની. જેઠાણી દેવકી બની. પૂર્વભવની રત્નચોરીના ફળ સ્વરૂપે દેવકીના પુત્રરત્નોનું સાહરણ થયું અને દેવકીના કારણે ઉંદર ઉપર ચોરીનો આરોપ થયો હતો તેથી તેણે દેવકીના છ પુત્રોને સુલતાના ઘરે પહોંચાડી દીધા. આમ એક બીજાના કર્મના લેખા જોખા સરભર થઈ ગયા. અભયકુમારે ધારિણી માતાના અકાલે મેઘવરસાદના દોહદને પૂર્ણ કરવા આ જ દેવનું અઠ્ઠમ તપની આહ્વાન કરેલ. કૃષ્ણ મહારાજે દેવકી માતાના મનોરથ પૂર્ણ કરવા અને પોતાને નાનો ભાઈ ક્યારે થશે એ જાણવા હરિëગમૈષી દેવની જ આરાધના કરેલ. આ સર્વનો ફલિતાર્થ નીકળે છે કે સૌધર્મેન્દ્રના આજ્ઞાપાલક હરિર્ઝેગમેષી દેવ ગર્ભ સુરક્ષાનું કામ સંભાળતા હશે. જ્યારે જ્યારે પણ તેઓ મનુષ્ય લોકમાં આવે છે ત્યારે ૧૮ રત્નો જેવા સારભૂત પુદ્ગલોને