________________
[ ૨૧૬]
શ્રી અંતગડ સૂત્ર
હાથી તો કોઈએ ઘોડા તો કોઈએ રત્નમણિ. પરંતુ શ્રેણિક એકમાત્ર સંગ્રામ વિજય સૂચક 'ભંભા (ભેરી) લઈને બહાર નીકળ્યા. બધા રાજકુમાર હસવા લાગ્યા પરંતુ પ્રસેનજિત ખુશ થઈ ગયા કે શ્રેણિકે ભોગસામગ્રી ન લેતા રાજ્યના ચિતની રક્ષા કરી તેથી પ્રસેનજિત રાજાએ તેનું નામ 'બિંભિસાર' રાખ્યું આગળ જતાં આ જ બિંબિસાર અપભ્રંશ થતા બિંબિસાર બની ગયું હોય એવું જણાય છે.
ભૌગોલિક પરિચય :
અંતગડ સૂત્રમાં જે જે નગરો, પર્વતો તથા નદીઓનો ઉલ્લેખ છે તે ભગવાન અરિષ્ટનેમિ તથા પ્રભુ મહાવીર સ્વામીના યુગના નામો છે. વર્તમાને તેના નામોમાં અત્યધિક પરિવર્તન આવી ગયું છે. તે સમયમાં તે ગામો સમૃદ્ધ હતા. આજે તેમાં કેટલાક તો સાવ નષ્ટ જ થઈ ગયા છે અને કેટલાક ખંડેર માત્ર રહ્યા છે. કેટલા નગરોના વિષયમાં પુરાતત્ત્વોવેત્તાઓએ ઘણું સંશોધન કર્યું છે. અહીં પ્રમુખ સ્થળોનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યા છીએ. (૧) કાકડીનગરી :- ભગવાન મહાવીરના સમયમાં આ ઉત્તર ભારતની અત્યંત પ્રસિદ્ધ નગરી હતી. તે સમયે ત્યાં જિતશત્રુ રાજાનું રાજ્ય હતું. નગરીની બહાર સહસામ્રવાન હતું. આ નગરીના ભદ્રાસાર્થવાહીના પુત્ર ધન્ય, સુનક્ષત્ર, ક્ષેમક અને ધૃતિધર આદિ અનેક સાધકોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
પંડિત મુનિશ્રી કલ્યાણવિજયજીના અભિમતાનુસાર વર્તમાનમાં લછુઆડથી પૂર્વમાં કાકંદી તીર્થ છે પરંતુ તે પ્રાચીન કાકંદીનું સ્થાન નથી. કાકંદી ઉત્તર ભારતમાં હતી. નૂનખાર સ્ટેશનથી બે માઈલ અને ગોરખપુરથી દક્ષિણ પૂર્વ ત્રીસ માઈલ પર દિગમ્બર જૈન જે સ્થળને કિર્કિંધા અથવા ખુબુંદોજી નામક તીર્થ માને છે તે જ પ્રાચીન કાકંદી હોવી જોઈએ.
(૨) ગુણશીલ :- રાજગૃહનગરની બહાર ગુણશીલ નામનું પ્રસિદ્ધ ઉદ્યાન (બગીચો) હતું. જ્યાં પ્રભુ મહાવીરના શતાધિક વખત સમવસરણ થયા હતા. શતાધિક વ્યક્તિઓએ શ્રાવકધર્મ તથા શ્રમણધર્મરૂપ ચારિત્ર આ ઉદ્યાનમાં ગ્રહણ કર્યા હતા. ગુણશીલ ઉદ્યાન ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ રહી છે. પ્રથમ ગણધર પ્રભુ ગૌતમ સ્વામી તથા પંચમ ગણધર આર્ય સુધર્મા સ્વામી, એ સિવાયના બીજા ગણધરો તથા પ્રભુના પ્રમુખ શિષ્યોએ આ જ ઉદ્યાનમાં અનશન ગ્રહણ કરી નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું. વર્તમાનનું ગુણાવા. જે નવાદા સ્ટેશનથી લગભગ ત્રણ માઈલ ઉપર છે ત્યાં જ પ્રભુ મહાવીરના સમયનું ગુણશીલ ઉદ્યાન હતું. (૩) ચંપાનગરી :- ચંપાનગરી અંગદેશની રાજધાની હતી. કનિંધમે લખ્યું છે– ભાગલપુરથી બરાબર ૨૪ માઈલ ઉપર પત્થરઘાટ છે. આની આસપાસ જ ચંપાની ઉપસ્થિતિ હોવી જોઈએ. આ ક્ષેત્રની બાજુમાં જ પશ્ચિમમાં એક મોટું ગામ છે તેને ચંપાનગર કહે છે અને નાનકડું ગામ છે જેને ચંપાપુર કહે છે. સંભવ છે આ બંને, રાજધાની ચંપાની શક્યતા સૂચક છે.
ફાહિયાને ચંપાને પાટલીપુત્રથી ૧૮ યોજન પૂર્વદિશામાં ગંગાના દક્ષિણ તટ પર હોવાનું માન્યું