________________
| વર્ગ ૮ /અધ્ય. ૧
[ ૧૭ ]
जाव विहरित्तए । अहासुहं । ભાવાર્થ :- એક દિવસ રાત્રિના પાછલા પ્રહરે કાલી આર્યાના હૃદયમાં સ્કન્દક અણગાર સમાન આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો- તપસ્યાના કારણે મારું શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. તેમ છતાં મારામાં
જ્યાં સુધી ઉત્થાન (ઉત્સાહ), કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ (ધેય), સંવેગ આદિ છે ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર(ઉચિત) છે કે કાલે સવારે સૂર્યોદય થતાં જ આર્યા ચંદનબાળાને પૂછી, તેમની આજ્ઞા પ્રાપ્ત કરી, સંલેખના-ઝૂષણાથી આત્માને ઝૂષિત કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરી, મૃત્યુની ઈચ્છા રાખ્યા વગર વિચરણ કર્યું. આ પ્રમાણે વિચાર કરી બીજે દિવસે સવારે સૂર્યોદય થતાં જ આર્યા ચંદનાજી પાસે તેઓ આવ્યાં. આવીને વંદન નમસ્કાર કરી કહ્યું- હે આર્યો ! હું આપની આજ્ઞા હોય તો સંલેખના કરી વિચરવા ઈચ્છું છું. ચંદનબાળા આર્યાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે- હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ
કરો.
વિવેચન :
આ સૂત્રમાં કાલી આર્યાના ધર્મજાગરણ અને તેના ફલિતાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે જાગરણ આત્માને સ્વતરફ—વિરતિ તરફ લઈ જવામાં પ્રેરણારૂપ બને તે જાગરણને ધર્મ જાગરણ અથવા ધર્મ જાગરિકા, સુદખ જાગરિકા કહે છે. સાધુના આત્મલક્ષી જાગરણને ધર્મ જાગરિકા અને શ્રાવકના આત્મલક્ષી જાગરણને સુદખ જાગરિકા કહે છે.
ફાત્યિ...સંખે :- આ પાંચ મનના કાર્યો છે. પરિપક્વ, પુખ્ત, દઢ વિચારને સંકલ્પ કહે છે અને અધ્યવસાય, ચિંતન, પ્રાર્થિત, મનોગત આ બધા શબ્દો સંકલ્પના ક્રમિક પૂર્વાશો છે.
કાલી આર્યાનો સંકલ્પ ઊઠ્યો કે, કાયબળ ક્ષીણ થયું છે પરંતુ હજુ આત્મબળ સલામત છે, ત્યાં સુધી આ અંતિમ શરીરનો સ્વેચ્છાએ, આદર પૂર્વક સહારો છોડી, ગુણી મૈયાની આજ્ઞા મળે તો સંલેખનાનો સ્વીકાર કરૂં.
ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૈર્ય, સંવેગ આદિ શબ્દો પૂર્વાપર આત્મ બળના પરિચાયક છે.
સંથારે સાંપડે સિધ્ધિ :|६ तए णं सा काली अज्जा अज्जचंदणाए अब्भणुण्णाया समाणी संलेहणा झूसणा झूसिया जाव विहरइ । तए णं सा काली अज्जा अज्जचंदणाए अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहुपडिपुण्णाइं अट्ठ संवच्छराई सामण्णपरियागं पाउणित्ता, मासियाए