________________
[ ૧૬૪ |
શ્રી અંતગડ સૂત્ર
संलेहणाए अत्ताणं झूसित्ता, सद्धिं भत्ताइ अणसणाए छेदित्ता, जस्सट्ठाए कीरइ णग्गभावे जाव चरिमुस्सासेहिं सिद्धा । णिक्खेवओ ।
ભાવાર્થ:- આર્યા ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરી આર્યા કાલી સંલેખનાથી આત્માને ઝાંસી(પોષણ કરી) વિચરવાં લાગ્યાં. કાલી આર્યાએ શ્રી ચંદનબાળા આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ (અધ્યયન) કર્યો. સંપૂર્ણ આઠ વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કર્યું. અંતમાં એક માસની સંલેખનાથી આત્માને ભાવિત કરી, સાઠ(so) ભક્તનું અણસણવ્રત લઈ જે પ્રયોજન સંયમ ગ્રહણ કર્યો હતો, અંતિમ શ્વાસમાં તે પ્રયોજન સિદ્ધ કર્યું અર્થાત્ કાલી આર્યા સિદ્ધગતિને પામ્યાં.
વિવેચન :
આ વર્ગમાં શ્રેણિક મહારાજની દશ રાણીઓનો અધિકાર છે. કાલી આદિ દશ રાણીઓના વૈરાગ્યનું નિમિત્ત પુત્રનો વિયોગ છે. કથાવસ્તુ એમ છે કે મગધેશ્વર શ્રેણિકે પોતાના રાજ્યકાળમાં શેલણાના ત્રણ અંગજાત પુત્રોમાં કોણિકને મગધનું સામ્રાજ્ય સોંપ્યું અને નાના બીજા બે પુત્રો હલ વિહલ(મતાંતરે વેહાલ હાસ) કુમારોને ક્રમશઃ દૈવીક નવસરો હાર તથા સેચનક ગંધહસ્તી ભેટમાં આપ્યા. લોકવાર્તા એવી છે કે મહારાણી પદ્માવતીના વચનોના આગ્રહથી કોણિકે બંને ભાઈઓ પાસે હાર, હાથીની માંગણી કરી. બંને ભાઈઓએ નમ્રતાપૂર્વક આ બંને દૈવિ વસ્તુના બદલે રાજ્યનો ભાગ માંગ્યો પરંતુ કોણિકને આ વાત સ્વીકાર્ય નહોતી. આખર પોતાની સલામતી ખાતર નાના બંને ભાઈઓ હલ-વિહલ ચુપચાપ પોતાના પરિવાર અને રસાલા સાથે નાનાજી ચેડારાજાના શરણે આવ્યા. કોણિકને સમાચાર મળતા ચેડારાજા ઉપર સંદેશો મોકલ્યો. ચેડારાજાના ઈન્કાર કરવા પર ઐતિહાસિક મહાયુદ્ધ થયું. જેમાં કોણિકના પક્ષમાં કોણિકના વિમાતા કાલી આદિ દશ રાણીઓના દશ પુત્રો "સેનાપતિઓના રૂપમાં જોડાયા અને અંતે દશે કુમારો વીરગતિને પામ્યા.
અહીં કાલી આદિ દશ કુમારો યુદ્ધમાં ગયા એ જ સમય દરમ્યાન પ્રભુ મહાવીર સ્વામીનું ચંપા નગરીમાં પદાર્પણ થયું. કાલી આદિ રાણીઓએ પ્રભુને પુત્રના પાછા ફરવા સંબંધી પ્રશ્ન પૂછ્યો પરંતુ ભગવાન પાસેથી વીરગતિ પામ્યાના સમાચાર સાંભળી, પુત્રવિયોગે દશે ય રાણીઓને સંસાર પરથી વૈરાગ્ય જાગ્યો અને સંયમ સ્વીકાર કર્યો. આનું વિશેષ વર્ણન "નિરયાવલિકા" સૂત્રમાંથી જાણી લેવું જોઈએ.
આ સૂત્રમાં કાલી આર્યાએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું એવું કથન છે. તેથી સાધ્વીજીઓ આગમ સાહિત્ય અને તેમાં પણ અંગશાસ્ત્રોનો અભ્યાસ કરી શકે છે એ સિદ્ધ થાય છે. ધન્ના અણગાર તો નવ મહિનાની દીક્ષા પર્યાયમાં અંગશાસ્ત્ર ભણ્યા હતા. આ દશે ય રાણીઓએ મહાવીર પ્રભુ સમીપે અને શ્રેણિક મહારાજના મૃત્યુ બાદ સંયમ લીધો હતો. કારણ કે તેમના આ અધ્યયનમાં ચંપા નગરીનું વર્ણન છે.