________________
| વર્ગ ૮ /અધ્ય. ૧
[ ૧૪૧ ] तए णं सा काली अज्जा रयणावलीतवोकम्मं पंचहिं संवच्छरेहिं दोहि य मासेहिं अट्ठावीसाए य दिवसेहिं अहासुत्तं जाव आराहेत्ता जेणेव अज्जचंदणा अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अज्जचंदणं अज्जं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं चउत्थ-छट्टट्ठम-दसम-दुवालसेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ । ભાવાર્થ - પહેલી પરિપાટી પૂર્ણ કર્યા બાદ કાલી આર્યાએ બીજી પરિપાટી શરૂ કરી- ઉપવાસ કર્યો, ધાર વિગય રહિત પારણું કર્યું, છઠ કર્યો, વિગત રહિત આહાર ગ્રહણ કરતાં બીજી પરિપાટી પૂર્ણ કરી. આ પ્રમાણે રત્નાવલી તપકર્મની બીજી પરિપાટી એક વરસ ત્રણ માસ અને બાવીશ અહોરાત્રિ સુધીમાં યાવત્ આરાધના પૂર્ણ કરી.
ત્યાર પછી ત્રીજી પરિપાટીમાં તે કાલી આર્યાએ ઉપવાસ કર્યો અને લેપ રહિત પારણું કર્યું. શેષ વર્ણન પહેલાની જેમ સમજવું. વિશેષતા એ છે કે પારણા બિલકુલ નિર્લેપ કર્યા અર્થાત્ નીવી તપથી પારણા કર્યા. ત્યાર પછી ચોથી પરિપાટી પણ પૂર્ણ કરી. પરંતુ સર્વે પારણામાં આયંબિલ કર્યું. બાકી બધું પૂર્વવત્ જાણવું.
પ્રથમ પરિપાટીમાં સર્વ રસ યુક્ત આહાર, બીજીમાં વિગય રહિત, ત્રીજીમાં લેપરહિત અને ચોથીમાં આયંબિલથી પારણાં કર્યા.
આ રીતે કાલી આર્યાએ રત્નાવલી તપની ચાર પરિપાટી પાંચ વર્ષ, બે માસ અને અઠ્યાવીશ દિવસોમાં સૂત્રાનુસાર થાવ આરાધના પૂર્ણ કરીને આર્યા ચંદનાર્યાજી પાસે આવ્યા, આવીને ચંદનાટ્યજીને વંદન નમસ્કાર કર્યા. તદનંતર ઘણા ઉપવાસ, છઠ, અટ્ટમ, ચોલા પચોલા આદિ તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યાં.
વિવેચન :
આ સૂત્રમાં ચારે ય પરિપાટીના પારણાની ભિન્નતાનું કથન છે. પહેલી પરિપાટીના અદ્યાશી પારણા વિગય સહિત એટલે કે દૂધ, દહીં, ઘી, તેલ, સાકર વગેરે દ્રવ્યોથી યુક્ત કર્યા. બીજી પરીપાટીના પારણા વિગત રહિત એટલે કે રાંધેલું બધું જ ભોજન પરંતુ ધાર વિગય રૂપે દૂધ, દહીં, ઘી, તેલ આદિ રહિત દ્રવ્યોથી પારણા કર્યા. ત્રીજી પરિપાટીના પારણા લેપ રહિત એટલે કે પારણા નીવી તપથી કર્યા. ચોથી પરિપાટીના પારણા આયંબિલથી કર્યા.
તપોપૂત કાલી આર્યાનું સૌંદર્ય :| ४ तए णं सा काली अज्जा तेणं उरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं