________________
[ ૧૪૪]
શ્રી અંતગડ સૂત્ર
શ્રમણ આગમ વિહારી હોય છે. શ્રુત વ્યવહારના નિયમો તેને માટે એકાંતિક હોતા નથી.
બીજું સમાધાન એમ પણ છે કે રાજા માટે બનાવેલ બળપ્રદ આહાર ગ્રહણ ન કરે તે રાજપિંડ હોય છે. રાજાના રસોઈ ઘરમાં રાજા–રાજપરિવાર અને તે સિવાયની અનેક વ્યક્તિઓ માટે રસોઈ બનતી હોય છે, તેમાંથી ગ્રહણ કરી શકાય.
અતિમુક્તનું ભગવાનના દર્શનાર્થે આગમન :| ३ तए णं से अइमुत्ते कुमारे भगवं गोयम एवं वयासी- गच्छामि णं भंते ! अहं तुब्भेहिं सद्धिं समणं भगवं महावीरं पायवंदए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेहि ।
तए णं से अइमुत्ते कुमारे भगवया गोयमेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करेत्ता वंदइ जाव पज्जुवासइ ।।
तए णं भगवं गोयमे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागए जाव भत्तपाणं पडिदसेइ, पडिदंसेत्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं समणे भगवं महावीरे अइमुत्तस्स कुमारस्स तीसे य महइ महालियाए परिसाए मज्झगए विचित्तं धम्ममाइक्खइ । ભાવાર્થ - ત્યાર બાદ અતિમુક્ત કુમારે ગૌતમ સ્વામીને કહ્યું- હે પૂજ્ય ! હું પણ આપની સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા આવું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મ કાર્યમાં વિલંબ ન કરો.
ત્યારે તે અતિમુક્ત કુમાર ગૌતમ સ્વામી સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમીપે આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા અને ભગવાનની પપાસના કરવા
લાગ્યા.
ત્યારે ગૌતમ સ્વામી મહાવીર સમીપે પધાર્યા યાવતું ભગવાનને આહાર દેખાડ્યો, દેખાડીને સંયમ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામીએ અતિમુક્ત કુમારને તથા વિશાળ પરિષદને ધર્મકથા કહી. અતિમુક્ત કુમારને વૈરાગ્ય :| ४ तए णं से अइमुत्ते कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म