________________
| AISHध्य. १५
| १४५ सोच्चा णिसम्म हट्ठतुढे जावजं णवरं- देवाणुप्पिया ! अम्मापियरो आपुच्छामि तए णं अहं देवाणुप्पियाणं अंतिए जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेहि ।
तए णं से अइमुत्ते कुमारे जेणेव अम्मापियरो तेणेव उवागए, उवागच्छित्ता अम्मापिऊणं पायवडणं करेइ, करेत्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए । तए णं तस्स अइमुत्तस्स अम्मापियरो एवं वयासी- धण्णो सि तुम जाया ! संपुण्णो सि तुमं जाया ! कयत्थो सि तुमं जाया ! ज णं तुमे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसते, से वि य ते धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए ।
तए णं से अइमुत्ते कुमारे अम्मापियरो दोच्चं पि तच्चं पि एवं वयासीएवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते। से वि य णं मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए । तं इच्छामि णं अम्मयाओ! तुब्भेहि अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अतिए मुंडे भवित्ता ण अगाराओ अणगारिय पव्वइत्तए ।
ભાવાર્થ:- અતિમુક્ત કુમાર ભગવાનની ધર્મદેશના સાંભળી અત્યંત હર્ષિત એવં સંતુષ્ટ થયા. પ્રભુના ઉપદેશને હૃદયમાં ધારણ કરી અતિમુક્ત કુમારે પ્રભુને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું મારા માતા પિતાની અનુજ્ઞા પ્રાપ્ત કરી આપ પાસે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. ભગવાને કહ્યું– દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો; ધર્મકાર્યમાં વિલંબ ન કરો.
उ
.
ત્યાર પછી અતિમુક્તકમાર પોતાના માતાપિતા પાસે ગયા. તેઓના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું- હે માતાપિતા! મેં શ્રમણ ભગવાન મહાવીર સમીપે ધર્મશ્રવણ કર્યું. તે ધર્મ મને ઈષ્ટ, વારંવાર ઈષ્ટ પ્રતીત થયો છે અને મને ખૂબ ગમ્યો છે. ત્યારે માતા પિતાએ કહ્યું- હે પુત્ર ! તું ધન્ય છે, વત્સ તું પુણ્યશાળી છે, હે વત્સ! તું કૃતાર્થ છે કે તે ભગવાન મહાવીર સમીપે ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ તને ઈષ્ટ, વારંવાર ઈષ્ટ અને રૂચિકર લાગ્યો છે.
ત્યારે અતિમુક્ત કુમારે બીજી અને ત્રીજીવાર પણ આ જ વાત કહી–માતાપિતા! શ્રમણ ભગવાન મહાવીર સમીપે ધર્મશ્રવણ કર્યું છે. તે ધર્મ મને ઈષ્ટ, પુનઃ ઈષ્ટ અને રુચિકર લાગ્યો છે. તેથી હે માતાપિતા! આપની અનુજ્ઞા પ્રાપ્ત કરી હું શ્રમણ ભગવાન મહાવીર સમીપે મુંડિત થઈ ગૃહ ત્યાગ કરી અણગાર દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.