________________
વર્ગ ૬ /અધ્ય. ૧૫
જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવ્યા. આવીને ગૌતમપ્રભુને આ પ્રમાણે પૂછ્યું- હે ભંતે ! આપ કોણ છો ? અને શા માટે ફરી રહ્યા છો ?
૧૪૩
ત્યારે બાળ જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગૌતમપ્રભુ બોલ્યા- હે દેવાનપ્રિય ! અમે શ્રમણ નિગ્રંથ છીએ. ઈર્યાસમિતિ આદિથી યુક્ત બ્રહ્મચારી(જૈન સાધુ) છીએ અને અત્યારે હું ભિક્ષાર્થ ફરી રહ્યો છું.
ત્યારે અતિમુક્ત કુમારે ગૌતમસ્વામીને કહ્યું– જો એમ હોય તો મારી સાથે પધારો. હું આપને ભિક્ષા(ગોચરી) અપાવું, આમ કહી અતિમુક્તે ગૌતમ સ્વામીની આંગળી પકડી લીધી અને પોતાના રાજભવનમાં લઈ ગયા. શ્રીદેવી ભગવાન ગૌતમને આવતા જોઈ અત્યંત પ્રસન્ન થયા. પ્રસન્ન તથા સંતુષ્ટ હૃદયે આસન પરથી ઊભા થઈ ગૌતમ સ્વામી સન્મુખ આવ્યાં. આવીને ગૌતમ સ્વામીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યાં. ત્યાર પછી ભોજનગૃહમાં લઈ જઈ વિપુલ(શ્રેષ્ઠ ઉતમ) અશન પાન—ખાદિમ–સ્વાદિમ આદિ દ્વારા પ્રતિલાભિત કર્યા અને વિનયપૂર્વક ગૌતમસ્વામીને વિસર્જિત(વિદાય)
કર્યા.
ત્યાર પછી અતિમુક્ત કુમારે ગૌતમ સ્વામીને પુનઃ પૂછ્યું- હે ભગવાન ! આપનું નિવાસ સ્થાન ક્યાં છે ? ગૌતમ સ્વામીએ કુમારને કહ્યું– હે દેવાનુપ્રિય ! મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્મની આદિ કરનારા, મોલાભિલાષી શ્રમણ ભગવાન મહાવીર આ પોલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં બિરાજમાન છે. અમે ત્યાં રહીએ છીએ.
વિવેચન :
આ સૂત્રમાં અતિમુક્ત કુમારે ગૌતમ સ્વામીને ત્રણ પ્રશ્ન પૂછ્યા છે અને ગૌતમ પ્રભુએ ખુબ જ સુંદર રીતે ત્રણેના જવાબ આપી બાળકના મનનું સમાધાન કર્યું છે. આ સૂત્રમાં બંનેની મહાનતાના દર્શન થાય છે. નાનાની મહાનતાના દર્શન, મોટા સાથેના વ્યવહાર તથા મોટા કામથી થાય છે અને મોટાની મહાનતાના દર્શન નાના સાથેના વ્યવહાર તથા નાના કામથી થાય છે. અતિમુક્ત કુમાર રમતા હતા. જેવા ગૌતમ સ્વામીને જોયા કે તુરત જ રમત છોડી, એમની પાસે આવ્યા, વંદનાદિથી વિનય સાચવી, પ્રશ્ન પૂછી, ગોચરી માટે પોતાના ઘરે લઈ ગયા. ટીકાકાર અભયદેવ સૂરીના કથન પ્રમાણે અતિમુક્ત કુમાર છ વર્ષના હતા. નાની વયના આ સંસ્કાર તેના પૂર્વ જન્મના ઉપાદાનને અને આ જન્મના માતાપિતાના ઘડતરની આદર્શતાને સૂચવે છે. ગૌતમ સ્વામીની મહાનતા છે કે નાનાકડા બાળકના સાવ નાના(સામાન્ય) ગણાતા પ્રશ્નોનો પણ પ્રેમપૂર્વક, સરળતાથી ઉત્તર આપે છે. ત્રીજા પ્રશ્નનો જવાબ સીધો અમે શ્રીવન ઉદ્યાનમાં રહીએ છીએ એમ ન આપ્યો પરંતુ મારા ઉપકારી ગુરુ ભગવંત પ્રભુ મહાવીર શ્રીવનમાં બિરાજે છે અને અમો ત્યાં એટલે કે અમારા ધર્મગુરુની સાથે, તેમના સાનિધ્યમાં રહીએ છીએ. ગૌતમ સ્વામીની ગુરુભક્તિ, અપૂર્વ સમર્પણભાવ, લઘુતામાં પણ પ્રભુતાના દર્શન કરાવે છે.
અહીં એક શંકા થાય છે કે પ્રભુ મહાવીરના શાસનકાલીન સંતોને માટે રાજપિંડ નિષેધ છે તો ગૌતમ સ્વામીએ વિજયરાજાને ત્યાં આહાર કેમ ગ્રહણ કર્યો ? એનું સમાધાન છે કે- ચૌદ પૂર્વી બહુશ્રુત