________________
| १३०
શ્રી અંતગડ સૂત્ર
આ સાંભળી સુદર્શન શ્રમણોપાસકે અર્જુન માળીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિય! હું જીવાદિ નવતત્ત્વનો જ્ઞાતા સુદર્શન નામનો શ્રમણોપાસક છું અને ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરવા જઈ રહ્યો છું.
ત્યારે તે અર્જુનમાળીએ સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે દેવાનુપ્રિય! પણ તમારી સાથે ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર એવં સત્કાર સન્માન કરી કલ્યાણ સ્વરૂપ, મંગલ સ્વરૂપ, દેવસ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ એવા ભગવાનની પર્યાપાસના કરવા ઈચ્છું છું. સુદર્શન શ્રમણોપાસકે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મ કાર્યમાં વિલંબ ન કરો અથોત્ તમે મારી સાથે આવી શકો છો. |१५ तए णं सुदंसणे समणोवासए अज्जुणएणं मालागारेणं सद्धिं जेणेव गुणसिलए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अज्जुणएणं मालागारेणं सद्धिं समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ । तं जहा- काइयाए वाइयाए माणसियाए । काइयाए ताव संकुइयग्गहत्थपाए णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । वाइयाए जं जं भगवं वागरेइ, एवमेयं भंते! तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छिय-पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह अपडिकूलमाणे पज्जुवासइ । माणसियाए महया संवेगं जणइत्ता तिव्वधम्माणुरागरत्तो पज्जुवासइ ।
तए णं समणे भगवं महावीरे सुदंणस्स समणोवासगस्स अज्जुणयस्स मालागारस्स तीसे य महइमहालियाए परिसाए मज्झगए विचित्तं धम्ममाइक्खइ। सुदंसणे पडिगए । ભાવાર્થ - ત્યાર પછી સુદર્શન શ્રમણોપાસક અર્જુનમાળીની સાથે ગુણશીલ ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા અને અર્જુન માળીની સાથે ભગવાનને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, કરીને ત્રણ પ્રકારની પર્યાપાસના કરવા લાગ્યા. તે આ પ્રમાણે-કાયિકી, વાચિકી, માનસિકી પપાસના કરી.
ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુદર્શન શ્રમણોપાસક, અર્જુન માળી એવં મોટી વિશાળ પરિષદાને વિવિધ પ્રકારે ધર્મકથા કહી. સુદર્શન ધર્મકથા સાંભળી ચાલ્યા ગયા.