________________
| વર્ગ ૬ /અધ્ય. ૩
૧૨૯ |
ભાવાર્થ:- તે મુગરપાણિ યક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે તરફ પરિક્રમા કરતો કરતો જ્યારે કોઈ પણ રીતે તેને પોતાના તેજથી પરાજિત કરવામાં (કષ્ટ દેવામાં સમર્થ ન થયો ત્યારે તે સુદર્શન શ્રાવકની સામે આવીને ઊભો રહ્યો અને ઘણીવાર સુધી અનિમેષ દષ્ટિએ શ્રમણોપાસકને જોતો જ રહ્યો. ત્યાર પછી મુદ્રગરપાણિ યક્ષ અર્જુન માળીના શરીરનો ત્યાગ કરી, એક હજાર પલ ભારનું લોખંડનું મુગર લઈ, જે દિશાએથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. (સ્વસ્થાને ગયો).
મુદ્ગરપાણિ યક્ષથી મુક્ત થતાં જ અર્જુનમાળી ' ધડામ' કરતો ભૂમિ પર પડી ગયો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે પોતાને ઉપસર્ગથી રહિત થયેલો જાણી સાગારી સંથારો પાળ્યો. (ધ્યાનમુક્ત બન્યા).
વિવેચન :
દ્વન્દમય સંસારમાં હંમેશાં પરસ્પર વિરોધી બે શક્તિઓના યુદ્ધ થતાં જ આવ્યા છે. પરંતુ વિજય હંમેશાં સત્યનો જ થતો આવ્યો છે. "સત્યમેવ જયતે"નું આ સૂત્રમાં સુંદર ચિત્ર છે.
એક બાજુ યક્ષની અસ–હિંસક શક્તિનું આક્રમણ છે, જ્યારે તેની સામે શ્રમણોપાસકની સત્અહિંસક શક્તિનું ઠંડુ પણ તાકાતવાન વજન છે. આ યુદ્ધ ક્યાંય સુધી ચાલ્યા કરે છે પરંતુ શ્રમણોપાસકના આત્મ તેજને યક્ષનું વૈક્રિય તેજ કાંઈ કરી શક્યું નહીં. અંતે સત્યમેવ જયતેના સૂત્રોનુસાર આધ્યાત્મિક અહિંસક ભાવનો આશ્ચર્ય પમાડે તેવો વિજય થયો. શ્રમણોપાસકની નીડરતા તથા સમતાએ બે કામ કર્યા. એક સ્વરક્ષણ કર્યું તથા અર્જુન માળીના શરીરમાં આવિષ્ટ યક્ષને ભગાડી તેનું પણ રક્ષણ કર્યું. સુદર્શન તથા અર્જુનની ભગવત્પર્યુપાસના :|१४ तए णं से अज्जुणए मालागारे तत्तो मुहुत्तंतरेणं आसत्थे समाणे उद्वेइ, उठेत्ता सुदसणं समणोवासयं एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! के, कहिं वा संपत्थिया? तए णं सुदंसणे समणोवासए अज्जुणयं मालागारं एवं वयासीएवं खलु देवाणुप्पिया ! अहं सुदंसणे णामं समणोवासए अभिगयजीवाजीवे गुणसिलए चेइए समणं भगवं महावीरं वंदए संपत्थिए ।
तए णं से अज्जुणए मालागारे सुदंसणं समणोवासयं एवं वयासी-तं इच्छामि णं देवाणुप्पिया ! अहमवि तुमए सद्धिं समणं भगवं महावीरं वंदित्तए णमंसित्तए सक्कारित्तए सम्माणित्तए कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवा-सित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि । ભાવાર્થ:- અહીં તે અર્જુનમાળી થોડા સમય પછી આશ્વસ્ત એવં સ્વસ્થ થઈને ઊભો થયો. તેણે સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપ કોણ છો અને કઈ બાજુ જઈ રહ્યા છો?