________________
[ ૧૨૮ ]
શ્રી અંતગડ સૂત્ર
આ બાજુ મુદ્ગરપાણિ યક્ષ મુલ્ગર ઉછાળતો ઉછાળતો સુદર્શન શ્રમણોપાસકની પાસે આવ્યો પરંતુ સુદર્શનને પોતાના તેજથી અભિભૂત કરી ન શક્યો અર્થાત્ સુદર્શનને કોઈ જ પ્રકારે કષ્ટ પહોંચાડી શક્યો નહીં.
વિવેચન :
આ સૂત્રમાં સુદર્શન શ્રમણોપાસકની આંતરિક જાગૃતિનું વર્ણન છે. સૂત્રકારે સંથારાની સંપૂર્ણવિધિ તથા સમાધિભાવનું સુંદર કથન કર્યું છે. પહેલા સ્થૂલ અણુવ્રતોને ધારણ કર્યા હતા. તેની આલોચના કરી, સર્વથા સંપૂર્ણ વ્રતોને ધારણ કર્યા. અહીં પ્રશ્ન ઊઠે છે કે અણુવ્રતના ત્યાગ વખતે મિથ્યાત્વના તો પચ્ચખ્ખણ કર્યા હતા તો ફરી મિથ્યાત્વના પચ્ચખ્ખાણનો શું અર્થ? આનું સમાધાન છે કે દેશવિરતિ શ્રાવકોનો ત્યાગ આંશિક હોય છે. મિથ્યાદર્શનમાં દેશ શંકા અને સર્વ શંકા આદિ અનેક ભેદ છે તે સર્વનો અહીં ત્યાગ કરવો અપેક્ષિત છે તથા બાર વ્રતધારી શ્રાવકને સમક્તિમાં છ આગાર હોય છે. (ઉપા.૧) તે સર્વના સંથારામાં પચ્ચખાણ હોય છે. આ કારણે અહીં સર્વ મિથ્યાત્વના પચ્ચખ્ખાણ કરવાનો પાઠ ઉપયુક્ત છે. ઉપાસકદશાંગમાં આવેલા છ આગાર આ પ્રમાણે છે– (૧) રાજા (૨) પરિવાર–સમાજ (૩) દેવતા (૪) બલવાન (૫) ગુરુ (૬) આજીવિકા. કોઈક પુસ્તકોમાં આઠ આગાર પણ મળે છે, તે આ પ્રમાણે છે– (૧) શરીર (૨) રાજા (૩) પરિવાર (૪) સમાજ-મુખિયા (૫) દેવ (૭) નાગ (૮) ભૂત (૯) યક્ષ. આ સર્વ આગાર શ્રાવકને હોય છે. એ બધાનો સાગારી અનશનમાં સર્વથા ત્યાગ હોય છે.
સાગારી = આગાર, છૂટ, અપવાદ યુક્ત અને પડિમા = પ્રત્યાખ્યાન. જો સંથારામાં જીવું તો આગાર અને મૃત્યુ થાય તો બધાના પચ્ચખ્ખાણ. આ રીતના પ્રત્યાખ્યાન કરવામાં આવે તેને સાગારી સંથારો કહે છે. સુદર્શનની આધ્યાત્મિક તાકાતનો વિજય :| १३ तए णं से मोग्गरपाणि जक्खे सुदंसणं समणोवासयं सव्वओ समंता परिघोलेमाणे परिघोलेमाणे जाहे णो चेव णं संचाएइ सुदंसणं समणोवासयं तेयसा समभिपडित्तए, ताहे सुदंसणस्स समणोवासयस्स पुरओ सपक्खि सपडिदिसिं ठिच्चा सुदंसणं समणोवासयं अणिमिसाए दिट्ठीए सुचिरं णिरिक्खइ, णिरिक्खित्ता अज्जुणयस्स मालागारस्स सरीरं विप्पजहइ, विप्पजहित्ता तं पलसहस्सणिप्फण्णं अओमयं मोग्गरं गहाय जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए।
तए णं से अज्जुणए मालागारे मोग्गरपाणिणा जक्खेणं विप्पमुक्के समाणे 'धस' त्ति धरणियलंसि सव्वंगेहिं णिवडिए । तए णं से सुदंसणे समणोवासए णिरुवसग्गमित्ति कटु पडिम पारेइ ।