________________
વર્ગ ૬/અધ્ય. ૩
૧૨૭
जावज्जीवाए, सव्वं मुसावायं, अदत्तादाणं, मेहुणं, परिग्गहं पच्चक्खामि जावज्जीवाए, सव्वं कोहं माणं मायं लोहं पेज्जं दोसं कलहं अब्भक्खाणं पेसुण्णं परपरिवायं अरइरइं मायामोसं मिच्छादंसणसल्लं पच्चक्खामि जावज्जीवाए । सव्वं असणं पाणं खाइमं साइमं चउविहंपि आहारं पच्चक्खामि जावज्जीवाए । जइ णं एत्तो उवसग्गाओ मुच्चिस्सामि तो मे कप्पइ पारित्तए । अह णं एत्तो उवसग्गाओ ण मुच्चिस्सामि 'तो मे तहा' पच्चक्खाए चेव त्ति कट्टु सागारं पडिमं पडिवज्जइ ।
तए णं से मोग्गरपाणी जक्खे तं पलसहस्सणिप्फण्णं अओमयं मोग्गरं उल्लालेमाणे-उल्लालेमाणे जेणेव सुदंसणे समणोवासए तेणेव उवागए । णो चेव णं संचाएइ सुदंसणं समणोवासयं तेयसा समभिपडित्तए ।
ભાવાર્થ:- સુદર્શન શ્રમણોપાસકને ત્યાંથી પસાર થતાં જોયા, જોઈને મુદ્ગરપાણિ યક્ષ ક્રોધિત થયો. કોપાતિરેકમાં પ્રચંડ–ભીષણ બનેલો યક્ષ દાંત કચકચાવતો એક હજાર પલના મુદ્ગરને ઉછાળતો– ઉછાળતો સુદર્શન શ્રમણોપાસક તરફ આવવા લાગ્યો. તે સમયે શ્રમણોપાસક યક્ષને પોતાના તરફ આવતો જોઈને જરા માત્ર પણ ભય, ત્રાસ, ઉદ્વેગ, ક્ષોભ તો ન પામ્યા કે ન જરા માત્ર વિચલિત કે સંભ્રમિત થયા. તેઓએ નિર્ભય થઈને પોતાના વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું. મુખ પર ઉત્તરાસંગ(ખેસ) ધારણ કર્યો. પછી પૂર્વાભિમુખ રાખી, ડાબો ગોઠણ ઊંચો કરી, બંને હાથ જોડી, મસ્તક પર અંજલિપુટ રાખી આ
પ્રમાણે બોલ્યા–
હું ભૂતકાળમાં મોક્ષપ્રાપ્ત બધા અરિહંત ભગવંતોને તથા વર્તમાન બિરાજમાન, ધર્મની આદિ કરનારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ ભવિષ્યમાં મોક્ષે પધારવાના છે તેઓશ્રીને હું વંદન નમસ્કાર કરું છું. પહેલા મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે યાવસ્જીવન માટે સ્થૂલ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કર્યા હતા તથા યાવસ્જીવન માટે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્વદારસંતોષ તથા ઈચ્છા પરિમાણરૂપ પાંચ અણુવ્રતોને ધારણ કર્યા હતા. હવે આ સમયે હું પ્રભુની સાક્ષીએ યાવજીવન સર્વ પ્રાણાતિપાતથી લઈ સર્વ પરિગ્રહના સર્વથા પચ્ચક્ખાણ કરું છું. ક્રોધ, માન, માયા, લોભ રાગદ્વેષ, ક્લેશ(ઝગડો), અભ્યાખ્યાન(અસત્યાક્ષેપ), વૈશુન્ય(ચુગલી),પરપરિવાદ(નિંદા), રઈ–અરઈ માયામૃષા– કપટ હિત જૂઠું બોલવું(ઠગાઈ, પ્રપંચ) અને મિથ્યાદર્શનશલ્ય(અસત્ય માન્યતા)આદિ ૧૮ પાપ સ્થાનોનો આજીવન ત્યાગ કરું છું. તદુપરાંત યાવત્ જીવન ચારે ય પ્રકારના આહારના સર્વથા પચ્ચક્ખાણ કરું છું.
જો હું આ ઉપસર્ગથી બચી જાઉં તો મારે આગાર છે. (સંથારો પાળવાની છૂટ છે.) અને જો આ ઉપસર્ગથી ન બચી શકું તો આ બધા પ્રત્યાખ્યાન યાવવનના જ રહેશે. આમ મનમાં નિશ્ચય કરી સુદર્શન શ્રમણોપાસક 'સાગારી સંથારો" ધારણ કરી, કાર્યોત્સર્ગ મુદ્રામાં બેસી ગયા.