________________
| વર્ગ ૬ અધ્ય. ૩
૧૨૫ ]
વાત્સલ્યના બે રૂપ - મમતા તથા પરાભક્તિ :१० तए णं सुदंसणे सेटुिं अम्मापियरो एवं वयासी- एवं खलु पुत्ता ! अज्जुणए मालागारे जाव घाएमाणे-घाएमाणे विहरइ । तं मा णं तुम पुत्ता ! समणं भगवं महावीरं वंदए णिग्गच्छाहि, मा णं तव सरीरयस्स वावत्ती भविस्सइ । तुमण्णं इहगए चेव समणं भगवं महावीरं वंदाहि ।
तए णं से सुदंसणे सेट्ठी अम्मापियरं एवं वयासी-किण्णं अहं अम्मयाओ! समणं भगवं महावीरं इहमागयं, इह पत्तं, इह समोसढं, इह गए चेव वंदिस्सामि णमंसिस्सामि ? तं गच्छामि णं अहं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणं भगवं महावीरं वदामि णमंसामि जाव पज्जुवासामि ।
तए णं सुदंसणं सेटुिं अम्मापियरो जाहे णो संचाएंति बहूहिं आघवणाहिं जाव परूवेत्तए ताहे एवं वयासी- अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ - સુદર્શનની વાત સાંભળી માતાપિતાએ કહ્યું કે હે પુત્ર ! અર્જુનમાળી માણસોની ઘાત કરતો ફરી રહ્યો છે. માટે બેટા તું શ્રમણ ભગવાન મહાવીરના દર્શન કરવા નગરી બહાર ન જા. ત્યાં જવાથી તારા શરીરને હાનિ પહોંચવાની સંભાવના છે. તું અહીંથી જ ભગવાનના દર્શન તથા પર્યુપાસના કરી લે.
ત્યારે સુદર્શન શેઠે આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા ! શ્રમણ ભગવાન મહાવીર આપણી નગરીમાં પધાર્યા છે અને અહીં નજીકમાં જ ગુણશીલ ઉદ્યાનમાં સમોસર્યા છે અને હું શું અહીંથી જ તેઓશ્રીને વંદન નમસ્કાર કરું? આવું કેમ થઈ શકે? આપ જો આજ્ઞા આપો તો હું ત્યાં જઈને ભગવાનના દર્શન કરું તથા તેમની પર્યુપાસના કરું.
માતાપિતાએ સુદર્શનને અનેક રીતે સમજાવવાની કોશિશ કરી પરંતુ સુદર્શન શેઠ ન સમજ્યા ત્યારે અનિચ્છાએ તેઓએ કહ્યું કે હે પુત્ર ! તને સુખ ઉપજે તેમ કર.
વિવેચન :
આ સૂત્રમાં વત્સલતાના બે રૂપ બતાવ્યા છે. એક બાજુ માની મમતાનું પાસું છે તો બીજી બાજુ સુદર્શનની પ્રભુ પ્રત્યેની પરાભક્તિનું. અંતે સુદર્શન માતાપિતાને ત્રણ શબ્દો દ્વારા પ્રભુ પ્રત્યેની અવિહડા ભક્તિ દર્શાવે છે. તે ત્રણ શબ્દો છે– H – પ્રભુ રાજગૃહીમાં પધાર્યા છે એ વાતને દઢ કરે છે. રૂદત્ત- પ્રભુ રાજગૃહીની નજીકમાં નહીં, નગરીમાં જ પધાર્યા છે. રૂદસમોઢ- અહીં નજીકમાં જ ઉધાનમાં વિરાજી રહ્યા છે. પહેલામાં નગરીથી નજીક પધાર્યાનો ભાવ છે. બીજામાં નગરીમાં જ પધાર્યા છે એવો ભાવ છે અને ત્રીજામાં નગરીમાં પણ ચોક્કસ સ્થાન ઉદ્યાનમાં સમોસર્યા છે. પ્રભુ નગરીમાં