________________
૧૨૪]
શ્રી અંતગડ સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં પ્રભુના પદાર્પણની માત્ર લોકચર્ચા છે. લોક પ્રવાહને વાતોમાં કે વાર્તાલાપમાં જ રસ છે. વીતરાગતા કે વૈરાગ્ય પ્રત્યેની તાલાવેલી નથી. મુખથી તો પ્રભુના ગુણગાન બધા કરતા હતા પરંતુ દર્શન કરવા જવા કોઈ તૈયાર થયા નથી. સુદર્શન શ્રાવક જ તેમાં અપવાદ સ્વરૂપ હતા. કારણ કે રસ્તામાં મૃત્યુનો ભય ઊભો છે. પ્રભુ પ્રત્યે અનુરાગ ખરો, પણ પોતાની જાત કરતા વધુ નહીં. પ્રભુની સાક્ષાત્ હાજરીના સમયે પણ લોકમાનસ આવા જ હતા. સુદર્શનને શ્રવણે જાગી શ્રદ્ધા :| ९ तए णं तस्स सुदंसणस्स बहुजणस्स अंतिए एवं अटुं सोच्चा णिसम्म अयं अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे जाव विहरइ । तं गच्छामि णं समणं भगवं महावीरं वंदामि णमंसामि; एवं संपेहेइ, संपेहेत्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं जाव एवं वयासी
एवं खलु अम्मयाओ ! समणे भगवं महावीरे जाव विहरइ । तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि णमंसामि सक्कारेमि सम्मामि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि । ભાવાર્થ - ત્યાર બાદ ઘણા લોકોના મુખેથી પ્રભુ પધાર્યાના સમાચાર સાંભળી સુદર્શન શેઠના મનમાં આ પ્રમાણે વિચાર, ચિંતન, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવાન મહાવીર નગરમાં પધાર્યા છે અને બહાર ગુણશીલ ઉદ્યાનમાં બિરાજમાન છે તો હું ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરવા જાઉં.
આમ વિચારીને તેઓ પોતાના માતાપિતા પાસે આવ્યા અને બે હાથ જોડી બોલ્યા- હે માતાપિતા! શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા છે, તો હું તેઓશ્રીને વંદન નમસ્કાર તથા સત્કાર સન્માન કરું, કલ્યાણ સ્વરૂપ, મંગલ અને દેવ સ્વરૂપ જ્ઞાનવંત પ્રભુની પર્યાપાસના કરું.
વિવેચન :
આ સૂત્રમાં સુદર્શન શ્રેષ્ઠીની શ્રદ્ધાનું સૂત્રકારે દર્શન કરાવ્યું છે. સુદર્શન શ્રેષ્ઠી લોકચર્ચા સાંભળી માત્ર બેસી ન રહ્યા, ચર્ચા સાંભળતા જ તુરત તેઓશ્રીના મનમાં પ્રભુદર્શનના ભાવ જાગ્યા. તેઓ પણ અર્જુનમાળીની હકીકત જાણતા હતા. તેમ છતાં પ્રભુ નગરીમાં પધારે અને શ્રમણોપાસક ઘરમાં બેસી ન રહે એવી શ્રદ્ધા તથા સંકલ્પ તેઓએ માતાપિતા પાસે આવી, પ્રભુદર્શને જવાની અનુજ્ઞા માંગી.