________________
૧૦૮
પાંચમો વર્ગ
૨ થી ૮ : ગૌરી આદિ
d
શ્રી કૃષ્ણની ગૌરી આદિ શેષ પટ્ટરાણીઓનું વર્ણન :
१ तेणं कालेणं तेणं समएणं बारवई णयरी । रेवयए पव्वए । उज्जाणे णंदणवणे । तत्थ णं बारवईए णयरीए कण्हे वासुदेवे । तस्स णं कण्हस्स वासुदेवस्स गोरी देवी, वण्णओ । अरहा समोसढे । कण्हे णिग्गए । गोरी जहा पउमावई तहा णिग्गया । धम्मकहा । परिसा पडिगया । कण्हे वि । तए णं सा गोरी जहा पउमावई तहा णिक्खंता जाव सिद्धा
અધ્યયન
DAD AN
શ્રી અંતગડ સૂત્ર
INING
વનારી, તજ્વળા, સુસીમા, નવવર્ડ, સવ્વમામા, પ્પિળી, મદૃષિ पउमावईसरिसयाओ, अट्ठ अज्झयणा ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે દ્વારિકા નગરી હતી. રૈવતક પર્વત, નંદનવન ઉદ્યાન, શ્રીકૃષ્ણ વાસુદેવ આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે કૃષ્ણ મહારાજને ગૌરી નામના બીજા પટ્ટરાણી હતાં. અર્હત્ અરિષ્ટનેમિનું સમવસરણ, કૃષ્ણ મહારાજનું સેવામાં આગમન. પદ્માવતીની જેમ ગૌરી મહારાણી પણ પ્રભુને વંદન કરવા ગયાં. ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા, સંયમ સ્વીકાર કર્યો આદિ સમસ્ત વર્ણન પદ્માવતી સમાન સમજવું યાવત્ સિદ્ધગતિને પામ્યાં.
॥ વર્ગ-૫ : અધ્ય.-૨ થી ૮ સંપૂર્ણ II
આ જ પ્રમાણે ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબવતી, સત્યભામા તથા રુક્મિણીનું વર્ણન પણ પદ્માવતી સમાન જાણી લેવું. કૃષ્ણની આઠે ય રાણીના આઠ અધ્યયન સમાપ્ત થયા.