________________
વર્ગ ૫ |અધ્ય. ૯-૧૦
_
૧૦૯ ]
પાંચમો વર્ગ અધ્યયન - ૯ થી ૧૦ : મૂલશ્રી-મૂલદત્તા
કૃષ્ણ મહારાજના બે પુત્રવધૂઓ મૂલશ્રી-મૂલદત્તા :| १ तेणं कालेणं तेणं समएणं बारवई णयरीए, रेवयए पव्वए, णंदणवणे उज्जाणे. कण्हे वासदेवे । तत्थ ण बारवईए णयरीए कण्हस्स वासदेवस्स पत्ते जंबवईए देवीए अत्तए संबे णाम कुमारे होत्था- अहाणपडिपुण्णपंचिंदियसरीरे । तस्स णं संबस्स कुमारस्स मूलसिरी णामं भज्जा होत्था, वण्णओ। अरहा समोसढे कण्हे णिग्गए । मूलसिरी वि णिग्गया, जहा पउमावई । जं णवरं देवाणुप्पिया ! कण्हं वासुदेवं आपुच्छामि जाव सिद्धा ।
एवं मूलदत्ता वि । ભાવાર્થ:- તે કાલે, તે સમયે દ્વારકાનગરી, રેવતક પર્વત, નંદનવન ઉદ્યાન, કૃષ્ણ વાસુદેવ રાજાના પુત્ર તથા મહારાણી જાંબવતીના આત્મજ શાંખકુમાર હતા. તેઓ સર્વાગ સુંદર, પ્રતિપૂર્ણ ઈન્દ્રિય સંપન્ન હતા. તે શાંખકુમારના પત્નીનું નામ મૂલશ્રી હતું. વર્ણન સમસ્ત પૂર્વવત્ જાણવું. અહંત અરિષ્ટનેમિનું સમવસરણ, કૃષ્ણ વાસુદેવ તથા મૂલશ્રીનું દર્શનાર્થ ગમન, ધર્મકથા શ્રવણ, વૈરાગ્ય તથા પોતાના શ્વસુર કૃષ્ણ મહારાજની આજ્ઞા પ્રાપ્ત કરી સંયમ અંગીકાર કર્યો. પદ્માવતીની જેમ તેઓ સિદ્ધગતિને પામ્યાં. એવી જ રીતે મૂલદત્તા પણ સિદ્ધગતિને પામ્યાં.
વિવેચન :
અહં અરિષ્ટનેમિના શાસનકાળના એકતાલીશ (૪૧) સાધુ તથા દશ (૧૦) સાધ્વી આમ એકાવન (૫૧) આત્માનો અધિકાર સંપૂર્ણ થયો. છેલ્લા સૂત્રોમાં કૃષ્ણ મહારાજની સંયમ પ્રત્યેની અહોભાવનાના દર્શન થાય છે. પોતાની પ્રિય આઠ અગ્રમહિષીઓને તથા બે પુત્રવધૂઓને સહર્ષ દીક્ષાની અનુજ્ઞા આપી. ધામધૂમથી દીક્ષા મહોત્સવ કર્યો. કૃષ્ણ મહારાજ સમજતા હતા કે દ્વારિકાનો વિનાશ અવયંભાવી છે. સંયમ લેશે એનું કલ્યાણ થશે. પોતાની તો અસમર્થતા છે.
દ્વારિકા નગરીની ભવિતવ્યતા :- મદોન્મત્ત યાદવકુમારોથી પ્રતાડિત દ્વિપાયન ઋષિ નિદાનાનુસાર અગ્નિકુમાર જાતિના દેવ બન્યા. અહીં તે પૂર્વ વેરનું સ્મરણ કરી દ્વારિકાદાહની તક શોધવા લાગ્યા. પરંતુ