________________
| વર્ગ ૫ /અધ્ય. ૧
૧૦૭ ]
तए णं सा पउमावई अज्जा जक्खिणीए अज्जाए अंतिए सामाइयमाइयाई एकारस अंगाई अहिज्जइ, बहूहिं चउत्थ छट्ठट्ठम-दसम-दुवालसेहिं मासद्धमास- खमणेहिं विविहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ ।
तए णं सा पउमावई अज्जा बहुपडिपुण्णाई वीसं वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसेइ, झूसेत्ता सट्ठि भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता जस्सहाए कीरइ णग्गभावे जाव तमढें आराहेइ, चरिमुस्सासेहिं सिद्धा । ભાવાર્થ - ત્યાર પછી તે પદ્માવતી દેવીએ ઈશાન ખૂણામાં જઈને સ્વયં પોતે પોતાના આભૂષણઅલંકારો ઉતાર્યા. સ્વયં જ પોતાનો પંચમુષ્ટિ લોન્ચ કર્યો, કરીને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યાં, આવીને અહંતુ અરિષ્ટનેમિ પ્રભુને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા- ભગવન્! આ સંસાર જન્મ, જરા, મરણાદિ દુઃખરૂપી આગમાં જલી રહ્યો છે યાવતું દુઃખથી મુક્ત થવા હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. કૃપા કરી આપ ચારિત્રધર્મનો સ્વીકાર કરાવો.
ત્યારે અહંતુ અરિષ્ટનેમિએ પદ્માવતી દેવીને સ્વયમેવ પ્રવ્રજ્યા પ્રદાન કરી, યક્ષિણી આર્યાને શિધ્યારૂપે સુપ્રત કર્યા. યક્ષિણી આર્યાએ પદ્માવતીશ્રીને ધર્મશિક્ષા આપી યાવત આ પ્રમાણે સંયમપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. ગુરુણીશ્રીની આપેલી શિક્ષા પ્રમાણે પદ્માવતી આર્યા ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડ-માત્ર–નિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, જલ, સિંઘાણ, પરિષ્ઠાપ નિકાસમિતિ, મનઃસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ. આ આઠ સમિતિઓ અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી સંપન્ન, ઈન્દ્રિયોનું ગોપન કરનારાં ગુપ્તેન્દ્રિય- કાચબાની જેમ ઈન્દ્રિયોને વશમાં રાખનાર બ્રહ્મચારિણી આર્યા બની ગયાં.
પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યા સમીપે સામયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. જ્ઞાન આરાધના સાથે જ ઘણા ઉપવાસ, છઠ, અટ્ટમ, ચોલા, પાંચ, માસખમણ, અર્ધમાલખમણાદિ વિવિધ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યાં. આમ પદ્માવતી આર્યા પૂરા વીસ વર્ષની ચારિત્રપર્યાયનું પાલન કરી, એક માસની સંલેખનામાં આત્માને જોડી, સાઠ ભક્ત અનશન કરીને અર્થાત્ સંથારો કરી, જે પ્રયોજને સંયમ લીધો હતો યાવત તે પ્રયોજનને અંતિમ શ્વાસથી સિદ્ધ કર્યું. તેઓ સિદ્ધગતિને પામ્યાં અર્થાત્ સિદ્ધ–બુદ્ધ-મુક્ત થઈ ગયા.
II વર્ગ-૫ : અધ્ય.-૧ સંપૂર્ણ II