________________
વર્ગ ૩ /અધ્ય. ૧૦–૧૩
ત્રીજો વર્ગ
અધ્યયન-૧૦ થી ૧૩ : દુર્મુખાદિકુમાર
*****G
૯૩
દુર્મુખાદિ ચાર કુમારોની મુક્તિ
વ તુમ્મુદ્દે વિ। પૂવ વિ। તિષ્નિ વિ વાવેવ-ધારિણી-સુયા । दारुए वि एवं चेव, णवरं वसुदेव धारिणी सुए ।
एवं अणादिट्ठी वि वसुदेव धारिणी सुए ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स तेरसमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते ।
:
ભાવાર્થ:- દસમા અધ્યયનના નાયક દુર્મુખ એવમ્ અગિયારમાના કૂપદારક છે. બંને કુમારો તથા પૂર્વકથિત સુમુખકુમાર, આ ત્રણેના પિતા બળદેવ તથા માતા ધારિણીદેવી હતાં.
બારમાં અધ્યયનના દારુકકુમાર અને તેરમા અધ્યયનના અનાદષ્ટિકુમારનું વર્ણન પણ પૂર્વવત્ સમજવું. ફરક માત્ર તે બંને વસુદેવના પુત્રો તથા ધારિણીના અંગજાત હતા. બધા દ્વારિકા નગરીના નિવાસી હતા. શેષ વર્ણન પૂર્વવત્ જાણી લેવું જોઈએ.
આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશાના ત્રીજા વર્ગના તેર અધ્યયનોનો આ ભાવ ફરમાવ્યો છે.
॥ વર્ગ-૩ : અધ્ય.-૧૦ થી ૧૩ સંપૂર્ણ ॥