________________
[ ૯૨ |
શ્રી અંતગડ સૂત્ર
ત્રીજો વર્ગ અધ્યયન-૯ : સુમુખકુમાર
સુમુખની દીક્ષા અને મુક્તિ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स अट्ठमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, णवमस्स णं भंते ! अज्झयणस्स के अटे पण्णत्ते ?
एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं बारवईए णयरीए कण्हे णामं वासुदेवे राया जहा पढमए जाव विहरइ । तत्थ णं बारवईए बलदेवे णामं राया होत्था, वण्णओ । तस्स णं बलदेवस्स रण्णो धारिणी णामं देवी होत्था, वण्णओ। तए णं सा धारिणी देवी सीहं सुविणे जहा गोयमे, णवरं सुमुहेकुमारे जाव वीसं वासाइ परियाओ । सेसं तं चेव सेत्तुंजे सिद्धे । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स णवमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । त्ति बेमि ॥ ભાવાર્થ : - હે ભગવાન ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંતગડદશા સૂત્રના આઠમાં અધ્યયનનો આ અર્થ પ્રરૂપ્યો છે.(જે મેં આપની પાસે સાંભળ્યો), તો હે ભંતે! અંતગડદશા સૂત્રના નવમા અધ્યયનનો શું અર્થ પ્રરૂપ્યો છે?
આર્ય શ્રી સુધર્માસ્વામીએ ફરમાવ્યું- હે જંબૂ! તે કાલે, તે સમયે પૂર્વવર્તી દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામે રાજા હતા યાવત્ રાજ્ય કરતાં વિચરતાં હતાં. તે જ દ્વારકામાં બળદેવ રાજા હતા, તેમનું વર્ણન કરવું. તેમને ધારિણી નામના પત્ની હતાં. એકવાર ધારિણીદેવીએ સિંહનું સ્વપ્ન જોયું વાવ સુમુખકુમારનો જન્મ, બચપણ, શિક્ષાનું વર્ણન પૂર્વવતુ ૫૦ કન્યા સાથે પાણિગ્રહણ કર્યું, પુત્રને પ્રીતિદાનમાં ૫૦-૫૦ની સંખ્યામાં તમામ ચીજો દીધી. શેષ વર્ણન ગૌતમકુમારની જેમ જાણી લેવું. ભગવાન અરિષ્ટનેમિ પધાર્યા, દીક્ષા લીધી, ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, ૨૦ વર્ષની સંયમ પર્યાય પાળી, એક માસનો સંથારો કરી, શેત્રુંજ્ય પર્વત પર સિદ્ધ થયા. આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશાના ત્રીજા વર્ગના નવમા અધ્યયનનો આ અર્થ ફરમાવ્યો છે.
II વર્ગ-૩ : અધ્ય-૯ સંપૂર્ણ II