________________
વર્ગ ૩ /અધ્ય.૮
_
૮૯ |
તેનાથી કોઈ વાત છૂપી નથી. તેઓ બધી જ વાત કૃષ્ણ વાસુદેવને કહી દેશે. કૃષ્ણ વાસુદેવને જ્ઞાત થવા પર તેઓ મને કેવા કમોતે મારી નાખશે એ કલ્પનાથી સોમિલ ભયભીત એવમ્ ઉદ્વિગ્ન થઈ ગયો. તેણે દ્વારિકા નગરીમાંથી ભાગી જવાનો વિચાર કર્યો.
આ વિચારે પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને કૃષ્ણ વાસુદેવ રાજમાર્ગે આવશે, એમ વિચારી તે રાજમાર્ગ છોડી ગલી-કૂંચીઓના રસ્તે ભાગવા લાગ્યો. અહીં કૃષ્ણ મહારાજ પણ પોતાના નાનાભાઈ ગજસુકમાલ અણગારના મરણજન્ય શોકથી વ્યાકુળ હોવાના કારણે રાજમાર્ગ છોડી ગલીના રસ્તે થઈને જ આવતા હતા. ત્યાં અચાનક તે સોમિલ કૃષ્ણની સામસામ આવી ગયો.
તે સમયે સોમિલ બ્રાહ્મણ કૃષ્ણ વાસુદેવને એકાએક સામે જોઈને ભયભીત થયો અને ત્યાં ને ત્યાં ચંભિત થઈને ઊભો રહી ગયો. ત્યાં ઊભાં ઊભાં જ સ્થિતિભેદ અર્થાત્ આયુષ્ય પૂર્ણ થવા પર ધડામ' દઈને ભૂમિ પર પડી ગયો અર્થાતુ મૃત્યુ પામી ગયો.
વિવેચન :
આ સૂત્રમાં વગર નામે સોમિલનો પરિચય આપવાની પ્રભુની કથનશૈલી અદ્ભુત છે. પરિચય સૂત્રમાં ડિબે શબ્દ પ્રયુક્ત થયો છે. એનો અર્થ છે આયુની સ્થિતિનો નાશ. જેવી રીતે પાણીના સંયોગથી સાકર પતાસા પાણીમાં ઓગળી જાય છે. તેવી જ રીતે સોપક્રમી આયુષ્યકર્મ પણ અધ્યવસાન આદિ નિમિત્ત વિશેષના મળવા પર ક્ષય પામે છે. તેથી વ્યવહાર નયે આવા મૃત્યુને અકાળમૃત્યુ કહે છે. સોમિલનું આયુ ભયથી અર્થાત્ અધ્યવસાનથી તૂટયું કહેવાય. પાપ કર્યા પછી સોમિલની વિચારધારાના ચાર પદ સૂત્રકારે આપ્યા છે તે આ પ્રમાણે છે- તે Tયમેવું.. વિMામે.. સુય. સિને. ૧. નાયમેય - સામાન્યરૂપથી જાણવું તેને જ્ઞાત થવું કહે છે. જેમ કે ગજસુકુમાલ મુનિનો પ્રાણાંત થઈ ગયો. ૨. વિપળાનેયં :- વિશેષરૂપથી જાણવું તે વિજ્ઞાત છે. જેમ કે સોમિલ બ્રાહ્મણે અમુક અભિપ્રાયથી ગજસુકુમાલ મુનિનો અગ્નિ દ્વારા ઘાત કર્યો. ૩. કુયમેવું :- . મૃતકેતન્ ૨. શ્રુતમેતન્આચાર્ય અભયદેવ સૂરિએ પ્રથમ અર્થ ગ્રહણ કરી એની વ્યાખ્યા કરી છે –સ્કૃતિ પૂર્વ જ્ઞાત સત્ થનાવતરે ભવિષ્યતિ | એનો ભાવ એ છે કે સોમિલ બ્રાહ્મણે વિચાર કર્યો કે ભગવાન અરિષ્ટનેમિએ ગજસુકુમાલની મૃત્યુ ઘટનાને સ્વયંના જ્ઞાનથી જોઈ લીધી હશે અને શ્રીકૃષ્ણના આગમન પર તેઓને આ ઘટનાનું સ્મરણ કરાવ્યું હશે. બીજો અર્થ– કૃતતથી આની વ્યાખ્યા થાય છે– કૃતનેતન્ઈ તા વાર્તા રેવવશેષાદા માવતા શ્રત ભવિષ્યતિ | સોમિલ બ્રાહ્મણ વિચારે છે કે શ્રીકૃષ્ણ વાસુદેવે મુનિ ગજસુકુમાલના મૃત્યુના સમાચાર ભગવાન દ્વારા અથવા કોઈ દેવ વિશેષ દ્વારા સાંભળી લીધા હશે.