________________
८८
શ્રી અંતગડ સૂત્ર
સોમિલનું મૃત્યુ :
३९ तए णं से कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं एवं वयासी- से णं भंते ! पुरिसे मए कहं जाणियव्वे ? तए णं अरहा अरिट्ठणेमी कण्हं वासुदेवं एवं वयासी- जे णं कण्हा ! तुमं बारवईए णयरीए अणुप्पविसमाणं पासेत्ता ठिय चेव ठिइभेएणं कालं करिस्सइ, तण्णं तुमं जाणिज्जासि "एस णं से पुरिसे ।" तए णं से कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव आभिसेयं हत्थरयणं तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थि दुरुहइ, दुरुहित्ता जेणेव बारवई णयरी जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमणाए ।
तए णं तस्स सोमिलमाहणस्स कल्लं जाव जलते अयमेयारूवे अज्झत्थिए जाव मणोगए संकप्पे समुप्पण्णे - एवं खलु कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं पायवंदए णिग्गए । तं णायमेयं अरहया, विण्णायमेयं अरहया, सुयमेयं अरहया, सिट्ठमेयं अरहया भविस्सइ कण्हस्स वासुदेवस्स । तं ण णज्जइ णं कण्हे वासुदेव ममं केणइ कुमारेणं मारिस्सइ त्ति कट्टु भीए तत्थे तसिए उव्विग्गे संजाएभए सयाओ गिहाओ पडिणिक्खमइ । कण्हस्स वासुदेवस्स बारवइं णयरिं अणुप्पविसमाणस्स पुरओ सपक्खि सपडिदिसिं हव्वमागए ।
तणं से सोमिले माहणे कण्हं वासुदेवं सहसा पासेत्ता भीए तत्थे तसिए उव्विग्गे संजायभए ठियए चेव ठिइभेएणं कालं करेइ, धरणितलंसि सव्वंगेहिं "धस" त्ति सण्णिवडिए ।
भावार्थ :ત્યારે કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! હું તે પુરુષને કેવી રીતે જાણી શકું?
ભગવાને કહ્યું– હે કૃષ્ણ ! દ્વારકા નગરીમાં પ્રવેશ કરતાં જે પુરુષ તમને જોતાં જ આયુ અને સ્થિતિના ક્ષયથી ત્યાંને ત્યાં ઊભા ઊભા જ મૃત્યુને પ્રાપ્ત થાય ત્યારે તમારે જાણવું કે આ તે જ પુરુષ છે. (જેણે ગજસુકુમાલને અકાલે પ્રાણરહિત કર્યા.) ત્યાર પછી અરિષ્ટનેમિ ભગવાન પાસેથી પોતાના પ્રશ્નનો ઉત્તર સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાન અરિહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્યાંથી નીકળ્યા. નીકળીને જ્યાં તેમનો આભિષેક હસ્તિ રત્ન હતો ત્યાં આવ્યા, આવીને અંબાડી ઉપર ચઢયા, ચઢીને જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં પોતાનું ઘર હતું તે તરફ રવાના થયા.
આ બાજુ સૂર્યોદય થવા પર સોમિલ બ્રાહ્મણે મનમાં આ પ્રમાણે વિચાર કર્યો યાવત્ મનમાં સંકલ્પ ઉત્પન્ન થયો કે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ ભગવાનને વંદન કરવા ગયા છે. ભગવાન તો સર્વજ્ઞ છે,