________________
વર્ગ ૩ અધ્ય. ૮
તૂટે અર્થાત્ આયુષ્યના દલિકો શીઘ્ર ભોગવાય જાય અને તે આયુષ્ય સમાપ્ત થઈ જાય. ઉપક્રમ આવતાં તે આ આયુષ્ય તૂટી શકે છે.
८७
૨. જે આયુ બંધકાલીન સ્થિતિના પૂર્ણ થયા પહેલા પૂર્ણ ન થાય તેને અનપવર્તનીય આયુષ્ય કહે છે. અનપવર્તનીય આયુષ્ય સોપક્રમી પણ હોય છે અને નિરૂપક્રમી પણ હોય છે. સોપક્રમી એટલે ઉપક્રમ નડવો. અનપર્વતનીય આયુષ્યવાળાને ઉપક્રમ આવે પણ ઉપક્રમના નિમિત્તે આયુષ્ય તૂટે નહીં. આયુષ્ય પૂર્ણ થતું હોય તે સમયે ઉપક્રમ આવે તો તે ઉપક્રમના નિમિત્તે આયુષ્ય તૂટયું ન કહેવાય. પ્રસ્તુતમાં ગજસુકુમાલ મુનિ ચરમશરીરી હતા. ચરમશરીરી અનપર્વતનીય આયુવાળા જ હોય. આયુષ્ય પૂર્ણ થતા જ તેઓનું મૃત્યું થયું પરંતુ મૃત્યુ સમયે અગ્નિનો ઉપક્રમ આવ્યો કહેવાય. તેઓનું સોપક્રમી અને અનપર્વતનીય આયુષ્ય કહેવાય. વાસ્તવમાં તેમનું અકાળ મૃત્યુ ન હતું, વ્યવહારથી અકાળ મૃત્યુ કહેવાય.
અગેનમવ સવસહસ્ત્ર સંચિયા માં વીમાળેળ :- લાખો ભવોના સંચિત કર્મ અર્થાત્ લાખો ભવપૂર્વે પોતાના સૌચત કરેલા કર્મોની ઊઠીરણા કરી, નિર્જરા કરતા ગજસુકુમાલ અણગારને સોમિલે સહાયતા આપી. અહીં કહેલા લાખો ભવના સંચિત કર્મના આધારે આ સૂત્રની વ્યાખ્યામાં સોમિલ તથા ગજસુકુમાલની પૂર્વભવની કથા આપી છે. તે આ પ્રમાણે છે.
નવાળું લાખ ભવ પૂર્વે એક પુરુષને બે પત્ની હતી. એકને બાળક હતું ને એકને ન હતું. બાળક માટે તેણે ઘણા ઉપાય કર્યા પણ બીજીને બાળક ન થયું. ઈર્ષ્યાવશ તેણે નિર્ણય કર્યો કે અવસર આવવા પર મારી શોક્યના બાળકને મારી નાંખીશ.
દુર્ભાગ્યવશ તે બાળકના માથામાં ફોડકીઓ થઈ. કેટલા ય ઈલાજ કર્યા પણ તે મટી નહીં. ત્યારે બાળકની માતાએ પોતાની શૌક્યને પૂછ્યું. અવસર જાણી, ઉપાય બતાવી ગરમ ગરમ રોટલો બનાવ્યો અને ગરમ ગરમ જ તેના માથા પર બાંધી દીધો. પરિણામે અસહ્ય પીડામાં તે બાળકનું મૃત્યુ થયું. બાળકના મૃત્યુથી તે શૌક્ય અત્યંત પ્રસન્ન થઈ.
હસતાં હસતાં બાંધેલું કર્મ કેવું ભયંકર થઈ ઉદયમાં આવ્યું ? હજારો જન્મ જન્માંતરોની ગાઢી નિબિડ ઘાટીઓ પાર કરતાં તે શૌક્યનો જીવ ગજસુકુમાલના રૂપમાં ઉત્પન્ન થયો અને બાળકનો જીવ તે જ દ્વારિકા નગરીમાં સોમિલ બ્રાહ્મણના રૂપમાં ઉત્પન્ન થયો. શૌક્યના ભવમાં બાંધેલું કર્મ લાખો ભવે ગજસુકુમાલના ભવમાં પૂર્ણ થયું.
બદલો લેવો કે ન લેવો તે એટલું મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ છે બદલો ચૂકવવો. સોમિલ માનવેતર ગતિમાં હોત તો બદલો ક્યાંથી લેત ? પરંતુ કર્મ ઉદયમાં આવવા પર ગમે તે રીતે તેને ભોગવવા પડત જ ! ચાહે સોમિલ હોત કે ન હોત. ક્ષમા—તિતિક્ષાપૂર્વકના કર્મ વિપાકોનું વૈદન નવા બંધાતા કર્મોની શ્રૃંખલાને તોડે છે.
ન
ગજસુકુમાલના નવ્વાણું લાખ પૂર્વના બંધાયેલા કર્મની ઉદ્દીરણામાં સોમિલ સહાયક બન્યો.