________________
[ ૯૦ ]
શ્રી અંતગડ સૂત્ર
૪. સિદ્ય :- શિષ્ટનો અર્થ છે કહી દેવું. ભગવાન અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને ગજસુકુમાલના મૃત્યુ વિષે કહી દીધું હશે. સોમિલના શબની દુર્દશા :४० तए णं से कण्हे वासुदेवे सोमिलं माहणं पासइ, पासित्ता एवं वयासीएस णं भो ! देवाणुप्पिया ! से सोमिले माहणे अपत्थिय पत्थिए जाव हिरि सिरी परिवज्जिए, जेणं ममं सहोयरे कणीयसे भायरे गयसुकुमाले अणगारे अकाले चेव जीवियाओ ववरोविए त्ति कटु सोमिलं माहणं पाणेहिं कड्डावेइ, कड्ढावेत्ता त भूमिं पाणिएण अब्भोक्खावेइ, अब्भोक्खावेत्ता जेणेव सए गिहे तेणेव उवागए । सयं गिहं अणुप्पविटुं । ભાવાર્થ - ત્યારે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોયો અને જોતાં જ આ પ્રમાણે બોલ્યા
અરે ! દેવાનુપ્રિયો ! અપ્રાર્થનીયની પ્રાર્થના કરનાર તે જ મૃત્યુની ઈચ્છા કરનારો યાવત્ લા વગરનો, શોભારહિત, સોમિલ બ્રાહ્મણ છે, જેણે મારા નાના સહોદર ભાઈ ગજસુકમાલ મુનિનો અકાલે જ કાળનો કોળિયો કરી નાખ્યો. આમ કહી કૃષ્ણ મહારાજે સોમિલ બ્રાહ્મણના શબને ચાંડાલો દ્વારા ઢસડાવીને નગર બહાર ફેંકાવી દીધું અને તે શબથી સ્પર્ધાયેલી ભૂમિને પાણીથી ધોવડાવીને (સાફ કરાવીને)કૃષ્ણ વાસુદેવ પોતાના રાજમહેલમાં પહોંચ્યા અને (ત્યારપછી) આવાસ(ભવન)માં પ્રવિષ્ટ થયા.
વિવેચન :
પ્રશ્ન – સોમિલને પાપનું ફળ તો મળી જ ચૂક્યું હતું પછી એના શબની દુર્દશા કરવાનું પ્રયોજન શું છે?
સમાધાન - ભગવાન અરિષ્ટનેમિ તો અનંત ક્ષમાના ધારક હતા પરંતુ કૃષ્ણ મહારાજ સત્તાધીશ હતા. વિશાળ ત્રણ ખંડના અધિપતિ હતા. ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ સાધુ-સાધ્વીની કદર્થના કરવાની હિંમત કરશે તેને આવો અને આટલો દંડ મળશે. આ વાતની શિક્ષા દેવાની તથા પોતાના કોપાગ્નિને શાંત પાડવાની ભાવનાથી તેઓએ આવી દશા(શબની) કરી હશે.
નિક્ષેપ :४१ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स अट्ठमज्झयणस्स अयमढे पण्णत्ते ।