________________
[
૭૪
]
શ્રી અંતગડ સૂત્ર
कुविए चंडिक्किए मिसिमिसेमाणे एवं वयासी
एस णं भो ! से गयसुकुमाले कुमारे अपत्थिय पत्थिए, दुरंत-पंत लक्खणे, हीणपुण्णचाउद्दसिए, सिरि-हिरि-धिइ-कित्ति परिवज्जिए, जे णं मम धूयं सोमसिरीए भारियाए अत्तयं सोमं दारियं अदिट्ठदोसपत्तियं कालवत्तिणि विप्पजहित्ता मुडे जाव पव्वइए । तं सेयं खलु मम गयसुकुमालस्स कुमारस्स वेरणिज्जायणं करेत्तए; एवं संपेहेइ, संपेहेत्ता दिसापडिलेहणं करेइ, करेत्ता सरसं मट्टियं गेण्हइ, गेण्हित्ता जेणेव गयसुकुमाले अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता गयसुकुमालस्स अणगारस्स मत्थए मट्टियाए पालिं बंधइ, बंधित्ता जलंतीओ चिययाओ फुल्लियकिंसुयसमाणे खइरिंगाले कहल्लेणं गेण्हइ, गेण्हित्ता गयसुकुमालस्स अणगारस्स मत्थए पक्खिवइ, पक्खिवित्ता भीए तत्थे तसिए उव्विग्गे संजायभए तओ खिप्पामेव अवक्कमइ, अवक्कमित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए। ભાવાર્થ:- ગજસુકુમાલ અણગાર પ્રતિમા ધારણ કરવા સ્મશાન ભૂમિમાં આવ્યા પહેલા જ સોમિલ બ્રાહ્મણ યજ્ઞ માટે સમિધ આદિ લેવા માટે દ્વારિકા નગરીની બહાર નીકળ્યો હતો. તે યજ્ઞમાં હવન માટે સમિધ, કુશ, ડાભપત્ર આદિ લઈ પાછો આવતો હતો ત્યારે મહાકાલ સ્મશાનમાં પાસે જ ધ્યાનસ્થ ગજસુકુમાલ મુનિ પર તેની દષ્ટિ પડી. તે સમયે સંધ્યાકાળ હોવાથી લોકોનું આવાગમન નહીવતું હતું. ગજસુકુમાલને જોયા, જોઈને જ હૃદયમાં વૈરભાવ જાગ્યો. ક્રોધથી ધમધમી ઊઠ્યો, રૂષ્ટ થયો, પ્રચંડ કષાયી થયો, રૌદ્રભાવે દાંત કચકચાવીને, એકદમ ક્રોધિત થઈને આ પ્રમાણે (મનોમન)બોલ્યો
- ઓહો! આ ગજસુકુમાલ મુનિ, અપ્રાર્થિતનો પ્રાર્થી, દુરંત પ્રાંત લક્ષણવાન, નિર્લજ્જ, પુણ્યહીન, ચતુદર્શીમાં ઉત્પન્ન થયેલ, શ્રી, લજ્જા બૈર્ય, કીર્તિહીન છે. જેણે મારી પુત્રી, સોમશ્રી ભાર્યાની અંગજાત દીકરી, જે અમને પ્રાણથી પણ પ્યારી છે એવી યૌવનાવસ્થાને પ્રાપ્ત સોમાના કોઈ પણ દોષ વિના ત્યાગ કરીને સાધુ બની ગયો. આથી મારા માટે ઉચિત છે કે હું આ ગજસુકમાલ સાધુ પ્રતિ વેરનો બદલો લઉં. તેમ સોમિલ બ્રાહ્મણે વિચાર્યું, વિચારીને દશે–દિશાનું પ્રતિલેખન કર્યું કે કોઈ મને જોઈ રહ્યું તો નથી ને ? ચારે બાજુ નિરીક્ષણ કરીને સોમિલ તળાવમાંથી ભીની માટી કાઢી, કાઢીને પછી જ્યાં ગજસુકુમાલ અણગાર હતા ત્યાં આવ્યો, આવીને મુનિરાજના મસ્તક પર માટીની પાળ બાંધી. બાંધીને બળતી ચિતામાંથી કેસૂડાના ફૂલ જેવા લાલચોળ ધગધગતા ખેરના અંગારાને ફૂટેલા માટીના ઠીંકરામાં ભરી ગજસુકુમાલ અણગારના માથા ઉપર નાખી દીધા. નાખ્યા પછી કોઈ મને જોઈ ન જાય એવા ભયથી ભયભીત થઈને ગભરાયેલો, ત્રાસ પામતો, ઉદ્વેગ પામતો ત્યાંથી શીઘ્રતાપૂર્વક પાછળ ફરી ચારે બાજુ જોતો જોતો જે