________________
| વર્ગ ૩ /અધ્ય.૮
_.
ત્યાં આવ્યા, આવીને યોગ્ય પ્રાસુક ભૂમિનું તથા ઉચ્ચાર-પ્રસવણ યોગ્ય પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને પછી શરીરને જરા નમાવી, ચાર આંગુલના અંતરે બંને પગને સંકોચી, એક પુદ્ગલ પર દષ્ટિ કેન્દ્રિત કરી, એક રાત્રિની ભિક્ષુ મહાપ્રતિમાને ધારણ કરી ધ્યાનમાં લીન(ધ્યાનસ્થ) થઈ ગયા.
વિવેચન :
પુબ્બા વરદ્દન સમણિ :- દિવસનો પાછલો ભાગ–બે પ્રહરથી લઈને સૂર્યાસ્ત સુધીના કાળને અપરાદ્ધ કહે છે. દિવસના ત્રીજા પ્રહરને પૂર્વાપરાતં કહેવાય છે. કાળ સામાન્ય અર્થમાં અને સમય વિશિષ્ટ અર્થમાં પ્રયુક્ત હોય છે. પ્રસ્તુત સૂત્રમાં કાળ શબ્દથી ત્રીજો પ્રહર તથા સમય શબ્દથી તે વિશિષ્ટ ક્ષણનું ગ્રહણ સૂત્રકારને અભિષ્ટ છે, જેમાં આ ઘટના ઘટિત થઈ છે.
બારમી ભિક્ષુ પ્રતિમાનો અધિકારી :- ઓછામાં ઓછી ઓગણત્રીસ વર્ષની ઉંમર હોય, ૨૦ વર્ષની દીક્ષા પર્યાય હોય અને નવમા પૂર્વની આચાર વસ્તુ સુધીનું જ્ઞાન હોય અથવા આજ્ઞાદાતા ખુદ તીર્થકર કે આગમવિહારી સ્થવિર હોય તો જ આ મહાપ્રતિમાનું વહન કરી શકાય છે. કારણ કે આ મહાપ્રતિમા વહન વખતે અવશ્ય દેવ, મનુષ્ય કે તિર્યચકૃત ઉપસર્ગ આવે છે. સાધક જો આ પ્રતિમાનું સમ્યક પાલન ન કરી શકે તો ઉન્માદને, દીર્ઘકાલીન રોગાતકને પામે છે અથવા જિનધર્મથી ટ્યુત (ભ્રષ્ટ)થઈ જાય છે. આ પ્રતિમામાં ચોવિહારો અઠ્ઠમ તપ કરીને, ગામ બહાર, શૂન્યસ્થાન અથવા સ્મશાનભૂમિમાં એક પુદ્ગલ પર દષ્ટિ કેન્દ્રિત કરી, શરીરને સ્થિર અને ઈન્દ્રિઓનું ગોપન કરી, ધ્યાનસ્થ ઊભા રહેવાનું હોય છે. સાધક જો સમ્યક્ આરાધનાથી આ મહાપ્રતિમાને પૂર્ણ કરે તો અવશ્ય અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન આ ત્રણ જ્ઞાનમાંથી કોઈપણ એક જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન:- ગજસુકુમાલને બારમી ભિક્ષુ પ્રતિમાનું જ્ઞાન કેવી રીતે થયું? સમાધાનઃ- સંભવતઃ પૂર્વ સંસ્કાર અથવા ધર્મદેશનામાં પ્રતિમાનું વર્ણન સાંભળ્યું હોય અને તેની વિધિ ભગવાને સ્વયં બતાવી હોય. કથાઓમાં એમ પણ કહેવાય કે ગજસુકમાલ મુનિએ ભગવાનને શીધ્ર મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પૂછતાં ભગવાને તેને બારમી ભિક્ષુ પ્રતિમાનું સ્વરૂપ બતાવ્યું.
સસરા દ્વારા મારણાંતિક ઉપસર્ગ :३४ इमं च णं सोमिले माहणे सामिधेयस्स अट्ठाए बारवईओ णयरीओ बहिया पुव्वणिग्गए समिहाओ य दब्भे य कुसे य पत्तामोडं य गेण्हइ, गेण्हित्ता तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता महाकालस्स सुसाणस्स अदूरसामंतेणं वीईवयमाणे वीईवयमाणे संझाकालसमयंसि पविरलमणुस्संसि गयसुकुमालं अणगारं पासइ, पासित्ता तं वेरं सरइ, सरित्ता आसुरुत्ते रुढे