________________
શ્રી અંતગડ સૂત્ર
સહારે પ્રવૃત્તિમાં જોડાવું. સમ્યક્ પ્રવૃત્તિને સમિતિ કહે છે. ટૂંકમાં ઉપયોગ યુક્ત નિવૃત્તિ ગુપ્તિ છે, તો ઉપયોગ યુક્ત પ્રવૃત્તિ સમિતિ છે.
9
ગજસુકુમાલ મુનિ પ્રભુના શ્રીમુખેથી શિક્ષા પામી, ગુપ્ત બ્રહ્મચારી, જિતેન્દ્રિય બની આત્મભાવમાં વિચરવા લાગ્યા.
બારમી ભિક્ષુ મહાપ્રતિમાનું આરાધન :
३३ तए णं से गयसुकुमाले जं चेव दिवसं पव्वइए तस्सेव दिवसस्स पुव्वावरण्हकालसमयंसि जेणेव अरहा अरिट्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे महाकालंसि सुसाणंसि एगराइयं महापडिमं उवसंपज्जित्ताणं विहरित्तए ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तणं से गयसुकुमाले अणगारे अरहया अरिट्ठणेमिणा अब्भणुण्णाए समाणे अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अरहओ अरिट्ठणेमिस्स अंतिए सहसंबवणाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव महाकाले सुसाणे तेणेव उवागए, उवागच्छित्ता थंडिल्लं पडिलेहेइ, पडिलेहेत्ता उच्चारपासवणभूमिं पडिलेहेइ, पडिलेहेत्ता ईसिं पब्भारगएणं कारणं वग्घारियपाणी अणिमिसणयणे एक्कपोग्गल - णिरुद्धदिट्ठी दोवि पाए साहट्टु एगराइं महापडिमं उवसंपज्जित्ता णं विहरइ ।
भावार्थ:- જે દિવસે ગજસુકુમાલ અણગાર દીક્ષિત થયા તે જ દિવસે ચોથા પ્રહરમાં ભગવાન અરિષ્ટનેમિ સમીપે ઉપસ્થિત થઈ, ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા
હે ભગવન્ ! જો આપની આજ્ઞા હોય તો હું મહાકાલ નામના સ્મશાનમાં એક રાત્રિની બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા ચાહું છું.
ભગવાને ફરમાવ્યું– દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો તેમાં વિલંબ કરો નહિ.
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત થવા પર ગજસુકુમાલમુનિ પ્રભુને વંદન, નમસ્કાર કરી, ભગવાન પાસેથી તથા સહસ્રામ્રવન ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં મહાકાળ સ્મશાન હતું