________________
વર્ગ ૩ /અધ્ય.૮
_.
| ૭૫ |
યોગ્ય, વિશેષથી માનવા યોગ્ય, બધાથી માનવા યોગ્ય, આભૂષણોના કડિયા સમાન, રખે તાપ, ભૂખ, તરસ, સાપ હંસ, ચોર, ડાંસ, મચ્છર કરડે, વાત, પિત્ત, કફ, સન્નિપાત થાય. વિવિધ પ્રકારના રોગ આતંક પીડા થાય, પરીષહ, ઉપસર્ગ સ્પર્શ કરે એમ વિચારીને મારા આ આત્માને જરા મરણની અગ્નિમાં ભસ્મ થવાથી હું બચાવી લઈશ. જેથી એ(ભવિષ્યમાં) સંસારનો ઉચ્છેદ કરનાર થશે. તેથી હું ચાહું છું કે આપ સ્વયં જ મને પ્રવ્રજિત કરો- મુનિવેષ પ્રદાન કરો. આપ સ્વયં મને મુંડિત કરો. મારો લોચ કરો, આપ સ્વયં પ્રતિલેખન આદિ શીખવો. સ્વયં જ સૂત્ર અને તેના અર્થ પ્રદાન કરી મને શિક્ષિત કરો. આપ સ્વયં જ જ્ઞાનાદિક, આચાર, ગોચર, વિનય, વૈયિક(વિનયનું ફળ), ચરણસત્તરી, કરણસત્તરી, સંયમયાત્રા અને માત્રા(ભોજન પરિમાણ) આદિરૂપ ધર્મનું પ્રરૂપણ કરો.
તત્પશ્ચાત્ અરિહંત અરિષ્ટનેમિએ ગજસુકુમાલને સ્વયં જ પ્રવ્રયા પ્રદાન કરી વાવ આચાર–ગોચર આદિ ધર્મની શિક્ષા આપી કે હે દેવાનુપ્રિય! પૃથ્વી પર યુગ માત્ર(ધૂસર પ્રમાણ-સાડા ત્રણ હાથ) દષ્ટિ રાખીને ચાલવું જોઈએ. નિર્જીવ ભૂમિ ઉપર ઊભું રહેવું જોઈએ. ભૂમિનું પ્રમાર્જન કરી બેસવું જોઈએ. શરીરની પ્રમાર્જના કરી, શયન કરવું જોઈએ. સુધા-વેદના આદિ ઉત્પન્ન થવા પર નિર્દોષ આહાર ગ્રહણ કરવો જોઈએ. હિત-મિત–મધુર ભાષણ કરવું જોઈએ. આ પ્રમાણે અપ્રમત્ત એવં સાવધાન થઈને પ્રાણ(વિલેંદ્રિય), ભૂત(વનસ્પતિકાય), જીવ(પંચેન્દ્રિય) અને સત્વ(શેષ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ચાર એકેન્દ્રિય)ની રક્ષા કરી સંયમનું પાલન કરવું જોઈએ. આ વિષયમાં જરા માત્ર પણ પ્રમાદ કરવો ન જોઈએ. તત્પશ્ચાતુ ગજસુકુમાલે અહંતુ અરિષ્ટનેમિ સમીપે આ પ્રમાણેનો ધર્મ સંબંધી ઉપદેશ સાંભળી અને હૃદયમાં ધારણ કરી, સમ્યક પ્રકારે તેને અંગીકાર કર્યો. તેઓ ભગવાનની આજ્ઞાનુસાર ગમનાદિ અનુષ્ઠાનોમાં સાવધાન રહી અર્થાત્ પ્રમાદ–નિદ્રાનો ત્યાગ કરી, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની યતના કરતા સંયમની આરાધના કરવા લાગ્યા. ગજસુકુમાલ મુનિ ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન-ભડમાત્ર નિક્ષેપણ સમિતિ અને ઉચ્ચાર–વડીનીત, પ્રસવણ–લઘુનીત, ખેલ– શ્લેષ્મ, જલ્લ–શરીરનો મેલ, સિંઘાડ–નાકનો મેલ, પરિસ્થાપનિકા સમિતિ એવં મન, વચન, કાય સમિતિ આદિ અષ્ટ પ્રવચન માતાનું સાવધાનીપૂર્વક પાલન કરતા મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી રહેવા લાગ્યા. ઈન્દ્રિયોને વશમાં રાખી ગુપ્ત બ્રહ્મચારી બનીને નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખી (આજ્ઞાનુસાર) વિચરવા લાગ્યા.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે નવદીક્ષિતની શિક્ષા-દીક્ષાનું સુંદરતમ વર્ણન કર્યું છે. ગુરુ શિષ્યનો સંબંધ કેવો આત્મીય અને વૈરાગ્યભાવ સંપન્ન હોવો જોઈએ તેની ઝલક આ સૂત્રમાં દષ્ટિગોચર થાય છે. એક બાજુ શિષ્યનું વિનમ્રભાવે સર્વસ્વનું સમર્પણ છે તો બીજી બાજુ ગુરુ સ્વ અસ્તિત્વદાનથી શિષ્યની ઝોળી ભરી દે છે. આમ દાતા–પાત્ર બંને ધન્ય બને છે. ધર્મગુરુ ભગવાન અરિષ્ટનેમિએ સ્વયં ગજસુકુમાલ અણગારને સમિતિ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાની શિક્ષા આપી. સાધક જીવનનું લક્ષ્ય છે ગુપ્તિ. યોગ છોડી ઉપયોગમાં સ્થિર બનવું એ પ્તિનું કામ છે અને યોગમાં જવું જ પડે તેમ હોય ત્યારે સમિતિના